તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 22nd May 2026
ચોમાસાની સુપર ફાસ્ટ એન્ટ્રી : અંદમાન જીતીને મેઘરાજા કન્યાકુમારી પહોંચ્યા, ર૬મીએ કેરળમાં ધમાકેદાર દસ્તક
રાજકોટ, જામનગર અને કચ્છ સહિતના બાકીના ગુજરાતમાં ચોમાસુ એક-બે અઠવાડીયા મોડુ પડી શકે છે ગુજરાત પર અલનીનો અને ગરમીનો ડબલ એટેક : વાવણીના વરસાદ માટે જુનના અંત સુધી રાહ જોવી પડશે

રાજકોટ : ઇનસેટ વેધર મેપનું વિશ્લેષણ (સવારે ૭.૩૦ વાગ્યે)
સેટેલાઇટ ઇમેજ (આઇઆર/વિઝિબલ) જોતાં સ્પષ્ટ થાય છે કે, ભારતના દક્ષિણ દ્વીપકલ્પ અને આસપાસના દરિયાઈ વિસ્તારોમાં વાદળોનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે.
દક્ષિણ ભારત અને શ્રીલંકા : કેરળના તટવર્તી ભાગો, તમિલનાડુ, લક્ષદ્વીપ અને ખાસ કરીને શ્રીલંકાની આસપાસ ઘેરા સફેદ વાદળોની મજબૂત સિસ્ટમ્સ સક્રિય છે, જે પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાના આગમનની જોરદાર તૈયારી દર્શાવે છે.
મધ્ય અને પヘમિ ભારત (ગુજરાત) : ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજસ્થાન તરફ હાલ આકાશ એકદમ સાફ છે અને વાદળોની હાજરી નહિવત છે. જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં હાલ ડ્રાય વેધર અને ગરમીનું જોર યથાવત છે.
દેશમાં ચોમાસુ કેટલે પહોંચ્યું?
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના લેટેસ્ટ અહેવાલ મુજબ, દક્ષિણ-પヘમિ ચોમાસુ દેશમાં સમય કરતાં વહેલું આગળ વધી રહ્યું છે. ચોમાસું ૧૬ મેના રોજ આંદામાન-નિકોબાર ટાપુઓ, નિકોબારના તમામ ભાગો અને દક્ષિણ બંગાળની ખાડીમાં પ્રવેશી ચૂકયું છે. હાલમાં ચોમાસાની ધરી દક્ષિણ અરબી સમુદ્ર અને કન્યાકુમારી તરફ આગળ વધી રહી છે.
આઇએમડીના ઓફિશિયલ પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે ચોમાસું તેની નિયમિત તારીખ (૧ જૂન) કરતાં ૬ દિવસ વહેલું, એટલે કે ૨૬ મે ૨૦૨૬ ની આસપાસ કેરળમાં દસ્તક આપી દેશે (જેમાં ૪ દિવસની વધ-ઘટ થઈ શકે છે).
મુંબઈ અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં ચોમાસું કયારે બેસશે?
કેરળમાં વહેલા આગમન છતાં, અલ-નીનોની સંભવિત અસર અને પヘમિી પવનોના કારણે મુંબઈ અને ગુજરાત તરફ ચોમાસાની પ્રગતિ સામાન્ય અથવા થોડી ધીમી રહેવાની ધારણા છે. મુંબઈ અને મહારાષ્ટ્રની કોંકણ પટ્ટીમાં ચોમાસું તેના રાબેતા મુજબના સમયે એટલે કે ૧૦ જૂન થી ૧૫ જૂન વચ્ચે પહોંચશે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ સહિતના સરહદી ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી બાદ વિધિવત ચોમાસું ૧૫ જૂનથી ૨૦ જૂન વચ્ચે સક્રિય થશે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને કચ્છ સહિતના બાકીના ગુજરાતમાં ચોમાસું ૧ થી ૨ અઠવાડિયા જેટલું મોડું પડી શકે છે. પヘમિ ભારતના પવનોને કારણે અહીં વાવણી લાયક વરસાદ ૨૩ જૂન થી ૨૮ જૂન વચ્ચે જોવા મળે તેવી શકયતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશભરમાં આ વર્ષે ઓવરઓલ ચોમાસું સામાન્ય કરતાં થોડું ઓછું એટલે કે લાંબા ગાળાની સરેરાશના ૯૨ ટકા રહેવાનું અનુમાન છે. જેના કારણે જૂન મહિનાની શરૂઆતમાં વરસાદની ગતિ ધીમી અને વિખરાયેલી રહેશે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
