<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો: પુસરી. ગમલા અને કતવારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદ પડતાં જ સમગ્ર પંથકના વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે. જિલ્લાના પુસરી, કતવારા અને ગમલા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદ પડતાં જ સમગ્ર પંથકના વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ ચોમાસાના આગમન સમાન આ વરસાદથી ધરતીપુત્રોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

(6:17 PM IST)