<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

નર્મદા જિલ્લા સહિત ભારત બંધના એલાનમાં રાજપીપળામાં સજ્જડ બંધ : જિલ્લાના 52 મેડિકલ સ્ટોર સદંતર બંધ

રાજપીપળા શહેરમાં 35 અને જિલ્લામાં કુલ 52 મેડિકલ સ્ટોર આવેલા હોય એ તમામ બંધ રહ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા સહિત સમગ્ર ભારત દેશમાં તારીખ 20 મેના દિવસે મેડિકલ સ્ટોર બંધ રાખવાનું એલાન આપવામા આવ્યું હતું જેમાં નર્મદા જિલ્લામાં સારો પ્રતિસાદ જોવા મળ્યો, રાજપીપળાના તમામ મેડિકલ સ્ટોર બંધ રહેતા સજ્જડ બંધ જોવા મળ્યો

  મળતી માહિતી મુજબ ઘી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ દ્રગીસ્ટ એસોસીએશન દ્વારા તારીખ 20 મે ના દિવસે ભારતમાં તમામ મેડિકલ સ્ટોર બંધ રાખવા એલાન આપવામા આવ્યું હતું. જેનો રાજપીપળા મા સારો પ્રતિસાદ જોવા મળ્યો અને આખા રાજપીપળા મા તમામ મેડિકલ સ્ટોર બંધ જોવા મળ્યા હતા
ઘી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન ની માંગણીઓ માં ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ કરો. (GSR 817 તારીખ 28-08-2018 પાછું લો) કોર્પોરેટ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ બંધ કરો. નકલી દવાઓથી દેશને બચાવો. (COVID GSR 220 તારીખ 26-03-2020 પાછું લો) સાથે સાથે દર્દીઓને થતી અસુવિધા માટે એસોસિએશન એ ખેદ પણ વ્યક્ત કર્યો હતો. આમ મેડિકલ સ્ટોર વાળા એ પોતાની માંગણીઓ ને લઈ હાલ આજનો એક દિવસ પૂરતો બંધ પાડી સરકાર ને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને જો આ બાબતે કોઈ નક્કર પગલા નહી લેવાય તો આગળ ગાંધી ચિંધ્યા માર્ગે પણ મેડિકલ સ્ટોર ના માલિકો જઈ શકે છે.
આ મુદ્દે મેડિકલ એસોસિયેશનના પ્રમુખ નયનભાઈ કાપડિયાએ જણાવ્યું કે નર્મદા ભરૂચ સહિત દેશભર ના મેડિકલ સ્ટોર આજે બંધ રહ્યા છે જેમાં નર્મદા જિલ્લના કુલ 52 મેડિકલ સ્ટોર સંપૂર્ણ  બંધ હોય અમારા આ બંધ ને ઘણો સારો સહકાર મળ્યો છે.

(10:33 PM IST)