<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

ગાંધીનગરમાં નકલી અને ગેરકાયદે દવાઓ તેમજ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી : 93 લાખથી વધુનો 42,988 કિલોગ્રામથી વધુ ખાદ્યજથ્થો જપ્ત

50 દવા પેઢીઓના લાયસન્સ રદ કરાયા :બે દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર અપાયા: નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા તંત્રને સૂચના

ગાંધીનગરમાં નકલી અને ગેરકાયદે દવાઓ તેમજ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સામે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. કાર્યવાહી દરમિયાન 93 લાખથી વધુ કિંમતનો 42,988 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 50 દવા પેઢીઓના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે, જ્યારે બે દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે

  શ્રાવણ માસ દરમિયાન દૂધ, ઘી, તેલ અને મસાલા સહિતની ખાદ્યચીજોની સતત તપાસ કરવામાં આવી રહી છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવશે અને નકલી તથા ગેરકાયદે દવાઓના વેચાણ સામે પણ રાજ્યમાં કડક પગલાં યથાવત રહેશે.

(7:22 PM IST)