તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Tuesday, 29th September 2026
આણંદના ખંભાતમાં આરોપીને ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો :બે-ત્રણ પોલીસકર્મીઓને ઇજા :આરોપી ફરાર
પોલીસ દ્વારા લલ્લો ચુનારાને ઝડપી લેવાયો હતો પરંતુ કાર્યવાહી દરમિયાન અચાનક પથ્થરમારો શરૂ થતાં આરોપી પોલીસની પકડમાંથી છટકી નાસી ગયો

આણંદ જિલ્લાના ખંભાતમાં આરોપીને ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો થતાં ચકચાર મચી છે. પોલીસ દ્વારા લલ્લો ચુનારાને ઝડપી લેવામાં આવ્યો હતો, પરંતુ કાર્યવાહી દરમિયાન અચાનક પથ્થરમારો શરૂ થતાં આરોપી પોલીસની પકડમાંથી છટકી નાસી ગયો હતો. ઘટનામાં બે-ત્રણ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ખંભાતમાં એક આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની ટીમ કાર્યવાહી કરવા પહોંચી હતી. પોલીસ ટીમે લલ્લો ચુનારાને ઝડપી પણ પાડ્યો હતો. જોકે, આરોપીને લઈ જવાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન પોલીસ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અચાનક થયેલા પથ્થરમારાને કારણે પોલીસને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પોલીસ પર થયેલા પથ્થરમારાનો લાભ લઈને આરોપી લલ્લો ચુનારા પોલીસની પકડમાંથી છટકી નાસી ગયો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પથ્થરમારાની ઘટનામાં બે-ત્રણ પોલીસ જવાનો ઈજાગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
ઘટનાની જાણ થતાં જિલ્લાની વિવિધ પોલીસ એજન્સીઓ ખંભાતમાં પહોંચી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા રાત્રિના સમયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
