<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

સુરતના મોરા ભાગલ ખાતે ખાસ ઊંચાઈ પર દહીં હાંડી: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોવિંદા મંડળોના ઉત્સાહને વધાવ્યો

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ધારાસભ્ય પૂરનેશ મોદી સહિત કોર્પોરેટરો અને અન્ય આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા

સુરત :જન્માષ્ટમીના પાવન પર્વને લઈને સુરતમાં વિવિધ સ્થળોએ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના મોરા ભાગલ ખાતે જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય દહીં હાંડી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગોવિંદા મંડળોના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

 

મોરા ભાગલ ખાતે ખાસ ઊંચાઈ પર દહીં હાંડી બાંધવામાં આવી હતી. ઈનામી દહીં હાંડી ફોડવા માટે વિવિધ ગોવિંદા મંડળો વચ્ચે હોડ જોવા મળી હતી. ગોવિંદાઓએ માનવ પિરામિડ બનાવી ઊંચે બાંધેલી દહીં હાંડી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. હાંડી ફોડવાની સ્પર્ધાને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટ્યા હતા.આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સીઆર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂરનેશ મોદી સહિત કોર્પોરેટરો અને અન્ય આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

હર્ષભાઈ સંઘવીએ ગોવિંદા મંડળોના ઉત્સાહને વધાવ્યો હતો. ગોવિંદા મંડળોએ પણ ભારે જોશ અને ઉત્સાહ સાથે દહીં હાંડી ફોડવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઈનામી દહીં હાંડી જીતવા માટે અલગ-અલગ મંડળો વચ્ચે રોમાંચક હોડ જોવા મળી હતી.જન્માષ્ટમીના પર્વ સાથે જોડાયેલી દહીં હાંડીની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપ અને તેમની મટકી ફોડવાની લીલાની યાદ અપાવે છે. સુરતમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધાર્મિક આસ્થા સાથે ઉત્સવનો ઉમંગ પણ જોવા મળ્યો હતો.

 

મોરા ભાગલ ખાતે યોજાયેલા કાર્યક્રમને પગલે સ્થાનિક વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. ગોવિંદા મંડળોના પ્રદર્શન અને દહીં હાંડી ફોડવાની સ્પર્ધાએ ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો.

(12:25 AM IST)