<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

સુરતમાં શહેર - જિલ્‍લામાં આકાશી આફતઃ ૨૪ કલાકમાં ૧૦૦ ઇંચથી વધુ વરસાદ

રાજ્‍યમાં છેલ્‍લા ૨૪ કલાકમાં ૧૯૫ તાલુકામાં વરસાદ પડ્‍યો છે. સુરતના પલસાણામાં સૌથી વધુ ૧૮.૧૯ ઇંચ વરસાદ ખાબક્‍યો

અમદાવાદ તા.૮: રાજ્‍ય પર એકથી વધુ વરસાદી સિસ્‍ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જોકે દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે પણ સુરત, નવસારી, વલસાડમાં અત્‍યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્‍ટેટ ઈમરજન્‍સી ઑપરેશન સેન્‍ટર, ગાંધીનગર મુજબ રાજ્‍યમાં છેલ્‍લા ૨૪ કલાકમાં ૧૯૫ તાલુકામાં વરસાદ પડ્‍યો છે. સુરતના પલસાણામાં સૌથી વધુ ૧૮.૧૯ ઇંચ વરસાદ ખાબક્‍યો છે.

છેલ્‍લા ૨૪ કલાકમાં સુરત શહેર અને જિલ્‍લામાં મળીને ૧૦૦ ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો છે. જેના કારણે સાર્વત્રિક જળબંબાકારની સ્‍થિતિ સર્જાઈ છે. સુરતના પલસાણામાં ૧૮.૧૯ ઇંચ, કામરેજમાં ૧૭.૪ ઇંચ, સુરત શહેરમાં ૧૪.૦૯ ઇંચ, બારડોલામાં ૯.૩૭ ઇંચ, અંબિકામાં ૯.૨૫ ઇંચ, મહુવામાં ૮.૮૬ ઇંચ, ઉમરપાડામાં ૬.૩૮ ઇંચ, ચોર્યાસીમાં ૬.૨૬ ઇંચ, માંડવીમાં ૪.૮૮ ઇંચ, અરેઠમાં ૩.૧૫ ઇંચ, ઓલપાડમાં ૩.૦૭ ઇંચ, માંગરોળમાં ૨.૭૨ ઇંચ મળી સુરત શહેર અને જિલ્‍લામાં ૧૦૦ ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો હતો.

સ્‍ટેટ ઈમરજન્‍સી ઓપરેશન સેન્‍ટરના આંકડા પ્રમાણે, છેલ્‍લા ૨૪ કલાકમાં રાજ્‍યના એક તાલુકામાં ૧૮ ઇંચથી વધારે, એક તાલુકામાં ૧૭ ઇંચથી વધારે, એક તાલુકામાં ૧૫ ઇંચથી વધારે, એક તાલુકામાં ૧૪ ઇંચથી વધારે, એક તાલુકામાં ૧૨ ઇંચથી વધારે, એક તાલુકામાં ૧૧ ઇંચથી વધારે, બે તાલુકામાં ૯ ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં ૮ ઇંચથી વધારે, ચાર તાલુકામાં ૭ ઇંચથી વધારે, ચાર તાલુકામાં ૬ ઇંચથી વધારે, પાંચ તાલુકામાં ૫ ઇંચથી વધારે, ચાર તાલુકામાં ૪ ઇંચથી વધારે, છ તાલુકામાં ઇંચથી ૩ વધારે, ૨૦ તાલુકામાં ૨ ઇંચથી વધારે, ૨૧ તાલુકામાં ૧ ઇંચથી વધારે તથા  ૧૨૦ તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ વરસ્‍યો હતો.

પલસાણામાં ૧૮.૧૯ ઇંચ, કામરેજમાં ૧૭.૪ ઇંચ, નવસારીમાં ૧૫.૨૮ ઇંચ, સુરત શહેરમાં ૧૪.૦૯ ઇંચ, કપરાડામાં ૧૨.૬૮ ઇંચ, જલાલપોરમાં ૧૧.૦૨ ઇંચ, બારડોલીમાં ૯.૩૭ ઇંચ, અંબિકામાં ૯.૨૫ ઇંચ, ડોલવણમાં ૮.૯૦ ઇંચ, મહુવા (સુરત)માં ૮.૮૬ ઇંચ, ડાંગમાં ૮.૪૬ ઇંચ, સુબીરમાં ૭.૭૬ ઇંચ, ગણદેવીમાં ૭.૭૨ ઇંચ, વાલોદમાં ૭.૪૪ ઇંચ, ચીખલીમાં ૭.૩૬ ઇંચ, વ્‍યારામાં ૬.૬૫ ઇંચ, નાનાપોંઢામાં ૬.૩૮ ઇંચ, ઉમરપાડામાં ૬.૩૪ ઇંચ, ચોર્યાસીમાં ૬.૨૬ ઇંચ, ધરમપુરમાં ૫.૯૮ ઇંચ, સોનગઢમાં ૫.૭૧ ઇંચ, વાંસદામાં ૫.૬૭ ઇંચ, વઘઈમાં ૫.૩૫ ઇંચ, ખેરગામમાં ૫.૩૧ ઇંચ, પારડીમાં ૪.૯૨ ઇંચ, માંડવી (સુરત)માં ૪.૮૮ ઇંચ, ઉકાઈમાં ૪.૭૨ ઇંચ, વલસાડમાં ૪.૦૨ ઇંચ, નેત્રંગમાં ૩.૬૬ ઇંચ, નાંદોદમાં ૩.૫૮ ઇંચ, દહેગામમાં ૩.૫૮ ઇંચ, અરેઠમાં ૩.૫૦ ઇંચ, ઓલપાડમાં ૩.૦૭ ઇંચ, વાગરામાં ૨.૯૯ ઇંચ, ઉમરગાવમાં ૨.૯૫ ઇંચ, પ્રાંતિજમાં ૨.૮૭ ઇંચ, ધનસુરામાં ૨.૮૩ ઇંચ, હાંસોટમાં ૨.૭૬ ઇંચ, માંગરોળમાં ૨.૭૨ ઇંચ, વાપીમાં ૨.૬૮ ઇંચ, ઉચ્‍છલમાં ૨.૬૪ ઇંચ વરસાદ વરસ્‍યો હતો.

(10:47 AM IST)