<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી સ્થિતિ ગંભીર : વલસાડના ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૫.૬૭ ઇંચ અને કપરાડામાં ૨૮.૭૮ ઇંચ અનરાધાર વરસાદ : રાજ્યના ૧૫ ડેમ હાઈ એલર્ટ પર : ૧૧ જિલ્લાઓમાંથી ૯,૯૨૯ લોકોનું સ્થળાંતર : સરદાર સરોવર નર્મદા ડેમ ૬૭.૯૪ ટકા ભરાયો : રાજ્યના ૧૦ ડેમ ૧૦૦ ટકા ભરાયા

રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૩૫.૯૨ ટકા થયો : રાજ્યભરમાંથી ૩,૭૪૫ લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું : મદદ માટે એનડીઆરએફની ૧૧ ટીમો, એસડીઆરએફની ૩૦ પ્લાટૂન ખડેપગે : વલસાડમાં આર્મીની ૨ ટુકડીઓ તૈનાત : રાજ્યમાં ચાલુ ખરીફ પાકનું પ૯.૫૯ ટકા વાવેતર નોંધાયું : રાજ્યમાં વીજ પુરવઠો, રસ્તાઓ અને એસ.ટી. બસ વ્યવહારને ભારે અસર

ગાંધીનગર: રાજ્યમાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા સાંજે ૫:૦૦ વાગ્યા સુધીના સંકલિત રિપોર્ટ અનુસાર, રાજ્યમાં ચાલુ સિઝનનો કુલ એકંદર સરેરાશ વરસાદ ૩૨૬.૫૧ મિલીમીટર એટલે કે ૧૨.૮૫ ઇંચ નોંધાયો છે, જે મોસમના કુલ સરેરાશ વરસાદના ૩૫.૯૨ ટકા જેટલો થાય છે. વિતેલા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૪ જિલ્લાના ૨૧૩ તાલુકાઓમાં સરેરાશ ૧.૭૩ ઇંચ (૪૪.૧૮ મિલીમીટર) વરસાદ વરસ્યો છે. વરસાદની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજ્યના ૨૪ તાલુકામાં ૦ થી ૨ ઇંચ, ૬૪ તાલુકામાં ૨ થી ૫ ઇંચ, ૯૦ તાલુકામાં ૫ થી ૧૦ ઇંચ, ૪૭ તાલુકામાં ૧૦ થી ૨૦ ઇંચ, ૧૫ તાલુકામાં ૨૦ થી ૪૦ ઇંચ અને ૨૭ તાલુકાઓમાં ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

વલસાડ જિલ્લામાં મેઘતાંડવ - છેલ્લા ૨૪ કલાક અને આજના દિવસના વરસાદના આંકડા:
છેલ્લા ૨૪ કલાકમાં વલસાડ જિલ્લામાં કુદરતે મન મૂકીને વરસાવતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ૨૪ કલાક દરમિયાન નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૩૫.૬૭ ઇંચ (૯૦૬ મિલીમીટર), કપરાડામાં ૨૮.૭૮ ઇંચ (૭૩૧ મિલીમીટર), નાનાપોંઢામાં ૨૫.૩૧ ઇંચ (૬૪૩ મિલીમીટર), ધરમપુરમાં ૧૯.૬૫ ઇંચ (૪૯૯ મિલીમીટર) અને પારડીમાં ૧૭.૬૪ ઇંચ (૪૪૮ મિલીમીટર) આકાશી આફત વરસાઈ છે.

આ ઉપરાંત ૨૩ જુલાઈના રોજ સવારે ૦૬:૦૦ થી સાંજના ૧૬:૦૦ વાગ્યા સુધીના ૧૦ કલાકના સમયગાળા દરમિયાન પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. જેમાં નવસારીના ખેરગામમાં ૧૬.૦૬ ઇંચ (૪૦૮ મિલીમીટર), સુરતના ઉમરપાડામાં ૧૫.૨૮ ઇંચ (૩૮૮ મિલીમીટર), વલસાડના ઉમરગામમાં ૧૩.૭૮ ઇંચ (૩૫૦ મિલીમીટર), નવસારીના ચીખલીમાં ૧૩.૧૧ ઇંચ (૩૩૩ મિલીમીટર) અને વલસાડના પારડીમાં ૧૧.૨૨ ઇંચ (૨૮૫ મિલીમીટર) વરસાદ ખાબક્યો છે.

પ્રદેશવાર વરસાદ અને ખેતીની સ્થિતિ:
રાજ્યના વિવિધ પ્રદેશોમાં વરસેલા કુલ વરસાદની ટકાવારી પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૩૭.૬૮ ઇંચ (૯૫૭.૧૨ મિલીમીટર) એટલે કે ૬૨.૦૭ ટકા વરસાદ પડી ચૂક્યો છે. આ સિવાય સૌરાષ્ટ્ર રીજિયનમાં ૯.૬૩ ઇંચ (૨૪૪.૭૮ મિલીમીટર - ૩૨.૧૧ ટકા), પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬.૮૮ ઇંચ (૧૭૪.૭૬ મિલીમીટર - ૨૧.૩૪ ટકા), ઉત્તર ગુજરાતમાં ૪.૬૧ ઇંચ (૧૧૭.૧૧ મિલીમીટર - ૧૬.૦૩ ટકા) અને કચ્છ રીજિયનમાં ૦.૭૯ ઇંચ (૨૦.૨૦ મિલીમીટર - ૪.૦૪ ટકા) સરેરાશ વરસાદ નોંધાયો છે.

બીજી તરફ, ખેતી ક્ષેત્રના અહેવાલ મુજબ રાજ્યમાં ચાલુ ખરીફ સિઝન ૨૦૨૬માં ૨૦ જુલાઈ સુધીમાં કુલ ૫૦,૮૩,૦૭૯ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના પ૯.૫૯ ટકા છે. જેમાં મુખ્યત્વે ડાંગર ૨,૨૫,૫૦૮ હેક્ટર, બાજરી ૮૦,૭૬૩ હેક્ટર, જુવાર ૫,૯૨૩ હેક્ટર, મકાઈ ૨,૧૯,૪૬૨ હેક્ટર, તુવેર ૧,૩૬,૫૦૨ હેક્ટર, મગ ૮,૨૨૭ હેક્ટર, અડદ ૪૮,૯૭૩ હેક્ટર, મગફળી ૧૬,૪૮,૧૧૫ હેક્ટર, સોયાબીન ૨,૪૮,૬૫૧ હેક્ટર, કપાસ ૧૮,૭૫,૮૪૪ હેક્ટર, શાકભાજી ૧,૪૧,૨૫૫ હેક્ટર અને ઘાસચારો ૩,૯૬,૩૬૪ હેક્ટરમાં વવાયો છે.
નર્મદા સહિત ૨૦૬ જળાશયોમાં પાણીની આંકડાકીય સ્થિતિ:
ભારે વરસાદના પગલે રાજ્યની જળ સંપત્તિમાં મોટો વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ ૨,૨૬,૯૬૮ એમસીએફટી સંગ્રહ થયો છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૬૭.૯૪ ટકા જેટલો થાય છે, જેમાં ૧૫,૭૩૮ ક્યુસેક પાણીની આવક સામે ૬૩૦.૩૮ ક્યુસેક જાવક થઈ રહી છે. જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ ૨,૪૦,૬૪૭ એમસીએફટી એટલે કે ક્ષમતાના ૪૩.૧૪ ટકા પાણી ઉપલબ્ધ છે.

રાજ્યના ૧૦ ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતાં સંપૂર્ણ છલકાયા છે. ૨૨ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૩ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૪૯ ડેમ ૨૫ થી ૫૦ ટકા અને ૧૦૨ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. આ સ્થિતિને પગલે ૧૫ ડેમ માટે હાઈ એલર્ટ, ૪ ડેમ માટે એલર્ટ અને ૧૩ ડેમ માટે વોનિંગ જારી કરવામાં આવી છે.

હાઈ એલર્ટ પરના મુખ્ય ડેમો:
અમરેલી રાજુલાનો ધાતરવડી (૧૦૦%), સાવરકુંડલાનો સુરજવડી (૧૦૦%), ભરૂચ ઝઘડિયાનો ધોલી (૧૦૦%), ભાવનગર મહુવાનો રોજકી (૧૦૦%), પાલિયાતાણાનો શેત્રુંજી (૧૦૦%), નવસારી વાંસદાનો ઝૂઝ (૧૦૦%) અને કેલિયા (૧૦૦%), સુરત માંડવીનો લખીગામ (૧૦૦%), સુરેન્દ્રનગર ચૂડાનો વાંસલ (૧૦૦%), તાપી સોનગઢનો ડોસવાડા (૧૦૦%), ભાવનગર ઉમરાળાનો રંગહોળા (૯૯.૬૫%), અમરેલી ધારીનો ખોડિયાર (૯૬.૮૩%), મહીસાગર બાલાસિનોરનો વણાકબોરી (૯૬.૦૧%), અમરેલી ખાંભાનો રાયડી (૯૫.૨૪%) અને અમરેલી રાજુલાનો ધાતરવડી-૨ (૯૩.૭૨%) સમાવિષ્ટ છે.

એલર્ટ અને વોર્નિંગ હેઠળના ડેમો:
મહુવાનો માલણ (૮૬.૫૪%), વઢવાણનો ધોળીધજા (૮૩.૬૨%), નેત્રંગનો બલદેવા (૮૩.૪૪%), ગીર ગઢડાનો રાવળ (૮૧.૨૨%) એલર્ટ પર છે. જ્યારે પાલિયાતાણાનો ખારો, સાવરકુંડલાનો શેલ્લ-દેદુમાલ, રાજકોટનો લાલપરી, ઉપલેટાનો વેણુ-૨, જુનાગઢ માણાવદરનો બાંટવા-ખારો, જેતપુર પાવીનો સુખી, કુતિયાણાનો સરણ, રાજકોટનો આજી-૨, પાલિયાતાણાનો હાનોલ, ગઢડાનો કાળુભાર, કપરાડાનો દમણગંગા, મુંદ્રાનો કાળાઘોઘા અને તળાજાનો પિંગળી ડેમ વોર્નિંગ હેઠળ મુકાયા છે.

ઓવરફ્લો થતાં અણબંધ (Ungated) સ્કીમોમાં ધાતરવડી, ધોલી, વણાકબોરી, ઝૂઝ અને કેલિયા ડેમમાંથી પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે. અન્ય મોટા ડેમોમાં દમણગંગામાં ૨,૪૭,૦૦૬ ક્યુસેક આવક સામે એટલો જ જાવક પ્રવાહ ચાલુ છે, કરજણ ડેમમાં ૮૯,૨૨૯ ક્યુસેક આવક સામે ૪૫,૯૭૦ ક્યુસેક જાવક, તથા ઉકાઈ ડેમમાં ૭૨,૧૧૭ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
બચાવ, રાહત અને આર્મી સહિત સુરક્ષા દળોની તૈનાતી:
પૂર અને વરસાદી આફતમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૯,૯૨૯ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે અને ૩,૭૪૫ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

જિલ્લાવાર બચાવ અને સ્થળાંતરના આંકડા મુજબ અમરેલીમાં ૬૪૧ સ્થળાંતર અને ૧૧૬ રેસ્ક્યુ, ગીર સોમનાથમાં ૪૮૦ સ્થળાંતર અને ૧૨ રેસ્ક્યુ, જૂનાગઢમાં ૨૯૭ સ્થળાંતર અને ૩ રેસ્ક્યુ, આણંદમાં ૬૦ સ્થળાંતર, નવસારીમાં ૩,૩૦૭ સ્થળાંતર અને ૧૩૫ રેસ્ક્યુ, ડાંગમાં ૪૧ રેસ્ક્યુ, પોરબંદરમાં ૧ રેસ્ક્યુ, તાપીમાં ૧ રેસ્ક્યુ, ભાવનગરમાં ૫૦ સ્થળાંતર, સુરતમાં ૪,૮૨૦ સ્થળાંતર અને ૩,૪૧૬ રેસ્ક્યુ તથા વલસાડમાં ૨૭૪ સ્થળાંતર અને ૨૦ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યમાં એનડીઆરએફ (NDRF) ની ૧૧ ટીમો અને એસડીઆરએફ (SDRF) ની ૩૦ પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે. જેમાં અમરેલી, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, કચ્છ, પોરબંદર અને સુરતમાં ૧-૧ એનડીઆરએફ ટીમ, નવસારી અને વલસાડમાં ૨-૨ ટીમો તૈનાત છે. આ સિવાય સુરતમાં ૫, વલસાડમાં ૪, નવસારીમાં ૩, પંચમહાલમાં ૨ અને અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, ગાંધિગામ (ગાંધીનગર), ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મહીસાગર, મોરબી, નર્મદા, પાટણ, રાજકોટ, તાપી અને વડોદરામાં ૧-૧ એસડીઆરએફ પ્લાટૂન મુકાયા છે. વલસાડ જિલ્લાની કટોકટી ભરી સ્થિતિને જોતાં ત્યાં ભારતીય સેના (Army) ની ૨ ટુકડીઓ પણ તૈનાત રાખવામાં આવી છે. ગાંધીનગરમાં ૧ એનડીઆરએફ ટીમ અને રાજકોટમાં ૨ એસડીઆરએફ પ્લાટૂન રિઝર્વ રખાઈ છે.
વીજ પુરવઠો, રસ્તાઓ અને એસ.ટી. બસ વ્યવહારને અસર:
વરસાદના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. વીજ કંપની (GUVNL) ના અહેવાલ મુજબ કુલ ૩,૪૫૪ અસરગ્રસ્ત ગામડાઓમાંથી ૩,૪૧૯ ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં સફળતા મળી છે અને ૩૫ ગામડાઓમાં સમારકામ ચાલુ છે. આ ઉપરાંત ૭,૩૦૦ ક્ષતિગ્રસ્ત ફીડરોમાંથી ૭,૨૦૫, ૭,૭૧૧ પોલમાંથી ૭,૬૬૫ અને ૪૦૧ ટ્રાન્સફોર્મર સેન્ટરોમાંથી ૩૯૯ ક્ષતિરહિત કરી દેવાયા છે.

માર્ગ અને મકાન વિભાગના રિપોર્ટ અનુસાર બપોરે ૧૪:૦૦ કલાકની સ્થિતિએ વરસાદી પાણી અને રસ્તા ધોવાઈ જવાને કારણે રાજ્યમાં કુલ ૧,૨૦૧ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થયા છે. જેમાં ૧૯ પંચાયત રસ્તા, ૩ નેશનલ હાઈવે, ૧૬ સ્ટેટ હાઈવે અને અન્ય રસ્તાઓનો સમાવેશ થાય છે. છોટાઉદેપુર, ભરૂચ, ખેડા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં રસ્તા બંધ થતાં સંપર્ક કપાયો છે.

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા જાહેર કરાયેલ બપોરે ૧૫:૦૦ કલાકની સ્થિતિ મુજબ, દક્ષિણ ગુજરાત વિભાગમાં એસ.ટી. બસ સેવાને માઠી અસર પહોંચી છે. રાજ્યભરમાં કુલ ૧૬૨ રૂટ અને ૭૨૦ ટ્રીપો બંધ રાખવામાં આવી છે, જેનાથી GSRTC ને રૂ. ૧૧,૬૭,૭૪૨ ની આવકનું નુકસાન થયું છે. જેમાં સુરત વિભાગમાં ૩૦ રૂટ (૨૨૫ ટ્રીપ), તાપીમાં ૨૭ રૂટ (૧૭ ટ્રીપ), નવસારીમાં ૫૨ રૂટ (૩૩૨ ટ્રીપ), વલસાડમાં ૩૧ રૂટ (૨૫૦ ટ્રીપ), ડાંગમાં ૪ રૂટ (૨૪ ટ્રીપ), ભરૂચમાં ૧૧ રૂટ (૬૪ ટ્રીપ), અહમદાબાદમાં ૪ રૂટ (૪ ટ્રીપ), નર્મદામાં ૨ રૂટ (૧૧ ટ્રીપ) અને હિંમતનગરમાં ૧ રૂટ (૧ ટ્રીપ) બંધ રાખવામાં આવ્યા છે.
માછીમારો માટે કડક ચેતવણી:
હવામાન વિભાગ (IMD) ની આગાહી અનુસાર દરિયામાં અતિ તેજ પવનો અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી દરિયાકિનારે ભયજનક પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. જેને પગલે ગુજરાતના તમામ દરિયા કિનારે માછીમારોને તા. ૨૩.૦૭.૨૦૨૬ થી તા. ૨૪.૦૭.૨૦૨૬ સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચનાઓ આપી એલર્ટ કરી દેવાયા છે.

(7:51 PM IST)