<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

અમદાવાદના રાણીપ વિસ્તારમાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કરતા ચકચાર : પત્નીની ધરપકડ

પતિએ આત્મહત્યા કરતાં પહેલા એક વીડિયો બનાવી પત્ની સહિત અન્ય કેટલાક લોકોના નામ લીધા હતા

અમદાવાદના રાણીપ વિસ્તારમાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, પતિએ આત્મહત્યા કરતાં પહેલા એક વીડિયો બનાવી પત્ની સહિત અન્ય કેટલાક લોકોના નામ લીધા હતા. ઘટનાના પગલે રાણીપ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે, જ્યારે તે બનાવ બાદ ફરાર થઈ ગઈ હતી. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે પત્નીએ પૈસા પડાવી લીધા હતા અને વારંવાર આપઘાત કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતી હતી. સાથે જ પત્ની પર અનેક આડા સંબંધ હોવાના પણ આરોપો લગાવવામાં આવ્યા છે. હાલ પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી અન્ય સંડોવાયેલા આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી છે.

(9:00 PM IST)