તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th July 2026
સુરતના કતારગામમાં ચોંકાવનારી ઘટના :લગ્નની પ્રથમ મેરેજ એનિવર્સરી ઉજવ્યાના બીજા દિવસે દંપતી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળ્યા
પતિ અભય કાતરિયા પંખા સાથે લટકતી હાલતમાં મળ્યા જ્યારે તેમના પત્ની જમીન પર ચાદર ઓઢેલી હાલતમાં મળ્યા

સુરતના કતારગામ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કતારગામમાં પોતાની લગ્નની પ્રથમ મેરેજ એનિવર્સરી ઉજવ્યાના બીજા જ દિવસે એક દંપતી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યું છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પતિ અભય કાતરિયા પંખા સાથે લટકતી હાલતમાં મળ્યા હતા. જ્યારે તેમના પત્ની જમીન પર ચાદર ઓઢેલી હાલતમાં મળ્યા હતા..પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરી, બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે અને બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
