તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Sunday, 14th June 2026
SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અગ્નિદેવની સાક્ષીએ પ્રવેશોત્સવ યોજાયો: તેજસ્વી છાત્રોનું સન્માન

અમદાવાદ : શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ગરિમામય ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય બાદ અગ્નિદેવની સાક્ષીએ SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનો પ્રવેશોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં વાર્ષિક પરીક્ષામાં ધોરણ ૬ થી ૧૨ અને કોલેજ કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અનુક્રમે ઉદિત મિશ્રા, શિવમ, રીત કેવડીયા, ભટ્ટ વંશ, અંકિત મિશ્રા, પાટિલ ખુશાલ, ભટ્ટ કરણ, તન્મય, જોશી, સાગર સ્વામી, મધુસુદન, શ્રીકાંત, દવે ઓમ, પંડ્યા કૃશાંક, દવે જિજ્ઞેશ, કુમારી શ્રીપ્રિયા, ભટ્ટ પ્રશીલ, તિવારી સૂર્યપ્રકાશ, રાવલ પ્રિયાંશુ, પંડ્યા પ્રણવ, રાવલ ભવ્ય તથા કોલેજ કક્ષાના તેજસ્વી તારલાઓ ઋષિદર્શન સ્વામી, જોષી કેશવ, ઠાકર દિક્ષિત અને જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી સહિતના તમામ વિજેતાઓને કુમકુમનો ચાંદલો કરી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
