News of Sunday, 3rd May 2026
રાજ્યમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો પ્રકોપ: યથાવત :10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
અમદાવાદમાં 43.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું:કાલથી ગરમીના પારામાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે

અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે, જેમાં અમદાવાદમાં 43.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ચાલુ માસમાં અસહ્ય ગરમી પડવાની શક્યતા છે, જોકે નાગરિકો માટે રાહતના સમાચાર એ છે કે આવતીકાલથી ગરમીના પારામાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી લોકોને બળબળતા તાપમાંથી આંશિક રાહત મળશે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
