<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

અંબાજી જતા પદયાત્રિકો માટે સાબરકાંઠા ખાસ વ્યવસ્થા: હિંમતનગરથી ખેરોજ સુધી ફોરલેન માર્ગની એક સાઈડ માત્ર પદયાત્રીઓ માટે અનામત

વાહન વ્યવહાર અન્ય લેન પર ડાયવર્ટ કરાયો: કલેકટર દ્વારા ખાસ વ્યવસ્થા : જાહેરનામાનું કડક પાલન કરાવવા માટે બે ડીવાયએસપી સહિત પોલીસ કાફલા દ્વારા પેટ્રોલિંગ

અંબાજી જતા પદયાત્રીઓ માટે સાબરકાંઠા તંત્રએ એક ખાસ વ્યવસ્થા કરી છે..જય અંબેના નાદ સાથે આગળ વધતા પદયાત્રીઓ માટે રાહતના સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે.. જ્યાં એક તરફ જય અંબેના નાદ સાથે સાબરકાંઠાના રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે.. ત્યારે અંબાજી જતા પદયાત્રીઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યંત મહત્વનો નિર્ણય લેવાયો છે.. પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાબરકાંઠા કલેક્ટરે હિંમતનગરથી ખેરોજ સુધીના ફોરલેન માર્ગની એક સાઈડ માત્ર પદયાત્રીઓ માટે અનામત રાખી છે, જ્યારે વાહન વ્યવહાર અન્ય લેન પર ડાયવર્ટ કરાયો છે. આ જાહેરનામાનું કડક પાલન કરાવવા માટે બે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે, જેથી માઈભક્તો નિર્ભય બનીને પોતાની પદયાત્રા પૂર્ણ કરી શકે.

 

(7:27 PM IST)