<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

નર્મદામાં સોશ્યલ મીડીયા મારફતે અરજદારના ગયેલ રૂપિયા ૨,૦૫,૯૭૯/- પરત અપાવ્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા :વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક, નર્મદા અને નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાનાઓના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજપીપલાનાઓએકોઇ સાથે નાણાંકીય ફ્રોડ ન થાય તે બાબતે તકેદારી રાખવા, અને પરીણામલક્ષી કામગીરી કરવા માટે આપેલ સૂચનાઓ આધારે પોલીસ ઇન્સ્પેકટર, શ્રીમતિ કે.જે.મકવાણા નાઓના સતત પ્રયત્ન દ્વારા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે NCCRP PORTAL (નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટીંગ પોર્ટલ)ના આધારે અરજદાર (૧) આશાબેન સંજયભાઇ તડવી (રહે.ગરૂડેશ્વર તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓને સોશ્યલ મીડીયા મારફતે વોટ્સએપ ઉપર પી.એમ. કિશાન યોજના નામની લીંક આવેલ અને તેના ઉપર ક્લિક કરતા અરજદારનાબેન્ક એકાઉન્ટ માંથી રૂા. ૭૪,૯૮૧ ભરાવી છેતરપીંડી કરેલ હોય, (૨) નરેશભાઇ રણજીતભાઇ તડવી( ઉ.વ ૩૪) ધંધો ડ્રાઇવિંગ (હાલ રહે. તરસાલ તા.નાંદોદ જી.નર્મદા )નાઓ પોતાના મોબાઇલમાં સોસીયલ મિડીયા પર રીલ્સ જોતા હતા તે દરમ્યાન એક લિંક પર ક્લિક કરતા અરજદારના ખાતામાંથી રૂ.૭૯,૪૯૮ નો ફ્રોડ થયેલ તથા (૩) હરનિશભાઇ બચુભાઇ વસાવા (રહે.આમલેથા તા.નાંદોદ, જી.નર્મદા) નાઓ સાથે પોતાના મોબાઇલમાં ફેક એપ્લિકેશન બાબતે સાયબર ફ્રોડ થતા રૂ.૪૦,૦૦૦ થયેલ તથા (૪)ભાવીનકુમાર ફતેસિંગભાઇ વસાવા( રહે. મુ.તા. ડેડીયાપાડા જી.નર્મદા) નાઓના મોબાઈલ વોટસ અપ નંબર ન્યુડ વિડીયો કોલ આવેલ અને ત્યાર બાદ અરજદાર નાઓનેબેલ્કમઇલ કરી ધમકી અપતા હોય અરજદારનાઓ ડરી જતા કુલ રૂ.૧૧,૫૦૦ જેટલા સામાવાળા ને નાંખીઅપેલ આ અરજદારોએ તરત જ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરી અરજી રજીસ્ટર કરેલ હતી. તેના પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજપીપલા દ્વારા કાર્યવાહી કરતા અરજદારની સાયબર ફ્રોડમાંગયેલ રકમ કુલ્લ રૂપિયા ૨,૦૫,૯૭૯ જેટલા પરત અપાવેલ છે

(10:41 PM IST)