<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

PDM ખાતે ભરતી મેળો : ૧ હજાર ઉમેદવારોનું રજીસ્‍ટ્રેશન

૩૦ ખાનગી એકમો કંપનીઓ દ્વારા સ્‍થળ ઉપર ઇન્‍ટરવ્‍યુ : સ્‍થળ ઉપર ૪ ઓર્ડરો યુવાનો નોકરી શોધનારામાંથી ‘‘નોકરી'' આપનારા બને તે માટે રાજય સરકાર પ્રતિબધ્‍ધ : કુંવરજીભાઇ

 

રાજકોટ, ૨૬: ‘સેવા સંકલ્‍પ અભિયાન' અંતર્ગત રાજ્‍ય સરકારના શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના મંત્રી  કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્‍થિતીમાં રાજકોટ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર પી.ડી.માલવીયા કોલેજ ખાતે યોજાયો હતો. જેમાં ૧,૦૦૦થી વધુ ઉમેદવારોના રજીસ્‍ટ્રેશન થયા હતા.

આ પ્રસંગે મંત્રીએ યુવાનોને સંબોધિત કરતા જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર યુવાનોને સ્‍થાનિક સ્‍તરે જ યોગ્‍ય કૌશલ્‍યયુક્‍ત તાલીમ અને રોજગારીની ઉત્‍કળષ્ટ તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. રાજકોટ અને આસપાસના વિસ્‍તારોમાં નવી ટેકનોલોજી આધારિત ઉદ્યોગો ઝડપથી આવી રહ્યા છે. કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારના સંયુક્‍ત સહયોગથી રાજ્‍યની તમામ આઈ.ટી.આઈ. અદ્યતન કરવામાં આવી રહી છે. ઉદ્યોગોની માંગ મુજબ નવીન મશીનરી સાથે યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, નોકરી કરતા કે અન્‍ય યુવાનો માટે ૩ મહિના, ૬ મહિના કે ૧ વર્ષના શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સિસ દ્વારા અપ-સ્‍કિલિંગની સુંદર વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં રોજગાર સર્જનની પરિસ્‍થિતિ વિશે વિગતો આપતાં મંત્રીએ જણાવ્‍યું હતું કે, રાજકોટ જિલ્લામાં ૨૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ સુધીમાં ૨૩,૦૦૦ જેટલા રોજગાર ઇચ્‍છુકો અને ૩,૨૯૮ જેટલા નોકરીદાતાઓ નોંધાયેલા છે. રાજકોટ રોજગાર કચેરી દ્વારા અત્‍યાર સુધીમાં ૨૬૭ જેટલા ભરતી મેળાઓનું આયોજન કરીને ૧,૦૯,૦૦૦ થી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં સફળતા મળી છે.

આ અવસરે ધારાસભ્‍ય  રમેશભાઈ ટીલાળાએ યુવાનોને પ્રેરણા આપતાં જણાવ્‍યું હતું કે, જ્‍યાં પણ નોકરી કે રોજગારીની તક મળે ત્‍યાં પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરવાથી વિકાસ ઝડપથી આગળ વધશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ ૨ લાખથી વધુ એમ.એસ.એમ.ઈ. ઇન્‍ડસ્‍ટ્રીઝ ધરાવતું મહત્‍વનું શહેર છે. જો યુવાનો સ્‍કીલ ડેવલપમેન્‍ટ પર ધ્‍યાન આપશે તો તેમણે નોકરી કે રોજગારી માટે વિદેશ જવાની જરૂર નહીં પડે, તેમને ઘર આંગણે જ ઉત્તમ તકો મળી રહેશે.

આ તકે ધારાસભ્‍ય  દર્શિતાબેન શાહે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીના ઁસેવા સંકલ્‍પ અભિયાનઁ અંતર્ગત સમગ્ર દેશમાં ક્રાંતિકારી પદ્ધતિથી રોજગાર મેળાઓનું આયોજન કરી યુવાનોને આજીવિકા પૂરી પાડવામાં આવી રહી છે. વડાપ્રધાનના ઁવિકસિત ભારત ૨૦૪૭ઁના સ્‍વપ્નને સાકાર કરવા માટે દેશનો યુવા વર્ગ જ તેનો મુખ્‍ય પાયો છે. યુવાનને જ્‍યારે રોજગારી મળે છે ત્‍યારે તેના સમગ્ર પરિવારમાં ખુશાલી આવે છે. રાજ્‍ય સરકાર તેમજ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઓનલાઈન પારદર્શક સિસ્‍ટમ અને મેરિટના આધારે કોઈ પણ વચેટિયા વગર સીધી અને સરળ રીતે યુવાનોને નોકરી આપવાની ઉત્‍કળષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.

આ અવસરે જિલ્લા રોજગાર અને તાલીમ કચેરીના નિયામક  એ.કે. વસ્‍તાણી, અધિક નિવાસી કલેકટર  જે.એચ. બારોટ સહિતના અધિકારીઓ- પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ભરતીમેળામાં ૩૦ ખાનગી એકમો તથા કંપનીઓ દ્વારા ઉપસ્‍થિત રહીને ઉમેદવારોના સ્‍થળ પર ઇન્‍ટરવ્‍યુ લેવામાં આવ્‍યા હતા. જેમાં લ્‍લ્‍ઘ્‍, ણ્‍લ્‍ઘ્‍, ત્‍વ્‍ત્‍, ડિપ્‍લોમા/બી.ઈ. તથા અન્‍ય પ્રવાહમાં ગ્રેજ્‍યુએટ થયેલા ઉમેદવારો માટે વિવિધ જગ્‍યાઓ પર નોકરીની ઉત્‍કળષ્ટ તકો પૂરી પાડવામાં આવી હતી. આ સાથે જ નિષ્‍ણાતો દ્વારા યુવાનોને તેમની પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવા અને નવી સ્‍કિલ્‍સ શીખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

(3:44 PM IST)