News of Monday, 20th July 2026
વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ:સાવલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. સાવલી તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વિસ્તારમાં વરસાદી સ્થિતિ જોવા મળી રહી છે. સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવણી માટે જરૂરી વરસાદ મળતા ખેડૂતોમાં નવી આશા જાગી છે અને ખેતીકામને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદી માહોલને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
