News of Thursday, 23rd July 2026
ઘોલવડ–ઉમરગામ વચ્ચે રેલવે ટ્રાફિક સ્થગિત: મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ
મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ પણ રદ કરાઈ

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે રેલવે વ્યવહાર પર પણ જોવા મળી રહી છે. જળભરાવને કારણે પશ્ચિમ રેલવેના ઘોલવડ–ઉમરગામ વચ્ચે રેલવે ટ્રાફિક અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવ્યો છે. જેના પગલે આજે (23 જુલાઈ) મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ઉપરાંત મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ પણ રદ કરાઈ છે. ભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનની સ્થિતિ ચકાસવાની અપીલ કરવામાં આવી છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
