News of Wednesday, 1st July 2026
ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે પ્રો. જગદીશ જોશીની વરણી

રાજકોટઃ તા.૧, ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ ડો. નિરજા ગુપ્તાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા ભારે ખેચતાણ અને અટકળો વચ્ચે HRDC વિભાગના સીનીયર પ્રોફેસર જગદીશભાઇ જોશીની કાર્યકારી કુલપતિ તરીકે વરણી કરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરજા ગુપ્તાને ફરી તક મળશે તેવી ધારણા હતી નવા કુલપતિ માટે સર્ચ કમિટિની રચના ન થતાં, રીપીટની શકયતા વધી હતી સામાન્ય રીતે યુનિવર્સિટીમાં કુલપતિના કાર્યકાળ પૂર્ણ થયા પહેલા જ કે સમય મર્યાદામાં કુલપતિની નિમણુંક થતી હોય છે, પરંતુ સરકારે રાત્રે ૯ કલાકે એસઆરડીસીના સીનીયર પ્રોફેસર ડો. જગદીશ જોશીને કાર્યકારીની જવાબદારી સોપવામાં આવી છે
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
