<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

પ્રેસનોંધ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે શ્રી મુકતજીવન સ્વામીબાપાની ૧૧૯ મી પ્રાગટ્ય જયંતિ ઉજવાઈ....

માનવ સેવા અભિયાન અંતર્ગત વિધવા, સગર્ભા, પોષણયુક્ત આહાર માટે તેમજ જરૂરિયાત મંદ ગ્રામ્ય વિસ્તારની બહેનો માટે રૂા. ૧૨ લાખનું દાન: શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મુતિ મંદિર - વિશ્વશાંતિ કેન્દ્ન, ઘોડાસરનો ૩૫ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો...

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદીના આધ્યઆચાર્યપ્રવર શ્રી મુકતજીવન સ્વામીબાપાની ૧૧૯ મી  પ્રાગટ્ય જયંતિ તેમજ માનવ સેવા અભિયાન અંતર્ગત વિધવા, સગર્ભા, પોષણયુક્ત આહાર તેમજ જરૂરિયાત મંદ ગ્રામ્ય વિસ્તારની બહેનો માટે રૂા. ૧૨ લાખનું દાન કરવામાં આવ્યું હતું.

શ્રી મુક્તજીવન સ્વામીબાપાની પ્રાગટ્ય જયંતિએ વૈદિક પૂજન, અર્ચન, પાદપ્રક્ષાલન, આરતી તથા પુષ્પ, શર્કરા, પૂંગી ફળ, શ્રીફળથી પૂજન તથા શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડે વિશ્વશાંતિ માટેની ધૂન રેલાવી હતી.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આધ્યઆચાર્યપ્રવર પરમ પૂજ્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ટેપ દ્વારા આશિર્વાદમાં જણાવ્યું હતું કે, મૂર્તિમાં સમાય તે સંત તેમજ સાચા સંતને તંત ન હોય અને સાચા સંત જ જન્મ મરણના ફેરામાંથી મુકત કરાવી શકે છે.

આ પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્ય જીવનમાં સંસ્કાર, ધાર્મિકતા, વ્યસનરહિતનું જીવન તથા અંધશ્રધ્ધાથી મુકત થવા તેમજ કાળ, કર્મ, માયા અને ભય રહિતનું જીવન જીવવા અનુરોધ કર્યો હતો.

શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મુતિ મંદિર - વિશ્વશાંતિ કેન્દ્ર, ઘોડાસરનો ૩૫ મો વાર્ષિક પાટોત્સવ પણ દેશ વિદેશના હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો.

મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી

(3:59 PM IST)