તા. ૧૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૧ શનિવાર
News of Saturday, 18th April 2026
સુરત જિલ્લાના ઘલુડી હેડ ક્વાર્ટર નો પોલીસ કર્મી વાવથી પીધેલી હાલતમાં ઝડપાયો
ઘલુડી હેડ ક્વાર્ટર ખાતે નોકરી કરતા 36 વર્ષીય ચેતન હરિભાઈ પઢેરીયા બકલ નંબર 946 યુએએસઆઇ દારૂના નશામાં ચટાકો બન્યો

સુરત જિલ્લાના સુરત શહેરની લસકાણા પોલીસ મથકની પીસીઆર 112 ને મળેલી વર્ધી મુજબ વાવ ગામ નજીક અજાણ્યો ઇસમ કેફી પીણુ પીધેલી હાલતમાં ધમપછાડા કરેલી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જે ઘટના સ્થળ કામરેજ પોલીસ મથક હદમાં સમાવિષ્ટ હોય ઈસમને કામરેજ પીએસઆઇ જી.એન શ્યારા સહિતની ટીમ નાઇટ રાઉન્ડ કામગીરી કરી રહી હતી. ત્યારે કામરેજ પોલીસ મથકે લઈ જવાયો હતો.
પૂછતાછ દરમ્યાન ઘલુડી હેડ ક્વાર્ટર ખાતે નોકરી કરતા 36 વર્ષીય ચેતન હરિભાઈ પઢેરીયા બકલ નંબર 946 યુએએસઆઇ ઘલુડી હાલ રહે.કામરેજ હોવાનું જણાવ્યું હતું.નશો કરેલી હાલતમાં પકડાયેલા ઇસમ સરકારી કર્મચારી હોય સરકારી પંચ તરીકે વિજય ચંદુભાઈ દેગામડીયા નાયબ મામલતદાર કામરેજ તેમજ અજય ઘનશ્યામસિંહ જાડેજા મામલતદાર કચેરી કામરેજ સહીત બે સરકારી પંચો સમક્ષ પૂછતાછ દરમ્યાન તોતડાતી જીભે બોલતા તેમજ શરીરનું સંતુલન જાળવી શકતો ના હતો. પંચો દ્વારા તેનું મોઢું સુંધી જોતા મોઢામાંથી કેફી પીણું પીધેલી તીવ્ર વાસ આવતી હતી. કામરેજ પોલીસે ચેતન હરિભાઈ પઢેરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.આ બાબતે રેન્જ આઈ જી પ્રેમવીરસિંહ રિપોર્ટ મળ્યા બાદ નિર્દેશ થી હવે જિલ્લા એસ પી રાજેશ ગઢિયા પોતાના પોલીસ કર્મી ચેતન હરિભાઈ પઢેરીયા પર દારૂ પીધો હોવા ના આઘરે આકરા પગલાં લઈને જિલ્લા પોલીસ ને એક મિશાલ આપણી પ્રયાસ હાથ ઘરશે
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
