<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

અમદાવાદમાં ડ્રગ્સના ધંધા સામે પોલીસનું મોટું અભિયાન, ૯૫૧ શંકાસ્પદ અને અગાઉ પકડાયેલા લોકોને એકત્ર કરી કડક ચેતવણી, બેદરકાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહીનો સંકેત

અમદાવાદ, તા. ૧૮ : શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપારને નાબૂદ કરવા અમદાવાદ પોલીસે બુધવારે વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરના જે.ડી. નગરવાલા સ્ટેડિયમ ખાતે અગાઉ નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલા તથા ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકા ધરાવતા કુલ ૯૫૧ લોકોને બોલાવવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ અને નાર્કોટિક્સ વિરોધી એકમોના અધિકારીઓએ આ કાર્યક્રમ યોજ્યો હતો.

પોલીસ અધિકારીઓએ ચેતવણી આપી હતી કે નશીલા પદાર્થોનું વેચાણ, સંગ્રહ કે હેરફેર ફરીથી કરતા પકડાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદે કમાણીથી મેળવેલી મિલકતો સામે પણ કાયદાકીય પગલાં લેવાઈ શકે છે. પોતાના વિસ્તારમાં ડ્રગ્સનો વેપાર અટકાવવામાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓ સામે પણ ખાતાકીય કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ હતી. આ કાર્યક્રમનો હેતુ ડ્રગ્સના નેટવર્ક ઉપર નિયંત્રણ મેળવવાનો હોવાનું પોલીસે જણાવ્યું છે.

(12:49 AM IST)