<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

ગુજરાતમાં ૨૧ દિવસમાં રૂ.૬૪૩૧ કરોડનું પેટ્રોલ-ડીઝલ વેચાયું

ખાડી યુધ્‍ધની આશંકા અ ને અફવાએ બળતામાં ઘી હોમ્‍યું : ૧ જૂનથી ૨૧ જૂન સુધી ૧૯.૧૫ કરોડ લીટર પેટ્રોલ, ૪૫.૧૬ કરોડ લીટર ડીઝલનું રેકોર્ડબ્રેક વેચાણ થયું : પેટ્રોલમાં ૧૯.૨૦ ટકા, ડીઝલના વેચાણમાં ૩૨.૯૦નો વધારો, શહેરો કરતાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઈંધણની ખરીદી વધુ

અમદાવાદ,તા.૨૫: વૈશ્વિક સ્‍તરે યુદ્ધની પરિસ્‍થિતિ, ઊર્જા કટોકટી અને ભાવો વધવાની આશંકા વચ્‍ચે સમગ્ર ગુજરાતમાં ઈધણની ખરીદીમાં ઉછાળો જોવા મળ્‍યો છે. બજારમાં ઈધણની અછત સર્જશે તેવી અફવાઓને કારણે વાહનચાલકો અને ઉદ્યોગોમાં ફેલાયેલા ગભરાટ ને લીધે માત્ર ૨૧ દિવસમાં જ રાજ્‍યભરના પેટ્રોલ પંપો પરથી રૂ.૬૪૩૧ કરોડનું ભપેટ્રોલ-ડીઝલ વેચાયું છે.

સરકારના સત્તાવાર અહેવાલ મુજબ, ચાલુ મહિનાના શરૂઆતના ૨૧ દિવસોમાં જ ગુજરાતના ૩૩ જિલ્‍લામાં ઈંધણનો વપરાશ આસમાને પહોંચ્‍યો છે આ સમયગાળા દરમિયાન રાજ્‍યમાં પેટ્રોલ અને ડીઝલનું કુલ ૬૪.૩૨ કરોડ લીટર જેટલું અધધ વેચાણ નોંધાયું છે. રાજ્‍યમાં છૂટકમાં કુલ ૧૯.૧૫ કરોડ લીટર પેટ્રોલનું વેચાણ થયું છે. જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ૧૯.૨૦ ટકાનો ઉછાળો દર્શાવે છે. ડીઝલના વેચાણમાં રેકોર્ડ તૂટયો છે. ૨૧ દિવસમાં જ ૪૫.૧૬ કરોડ લીટર ડીઝલ વેચાયું છે, જે ગત વર્ષ કરતા ૩૨.૯૦ ટકાનો છપ્‍પરફાડ વધારો દર્શાવે છે.

ઔદ્યોગિક એકમો-કંપનીઓએ પ્‍લાન્‍ટ ઓપરેશન અને જનરેટર્સ માટે ડીઝલનો જથ્‍થો અગાઉથી સ્‍ટોક કરવા બલ્‍ક ખરીદી વધારી દીધી હતી.આ તરફ, લોજાિસ્‍ટિક્‍સ સપ્‍લાય ચેઈન ખોરવાઈ જવાની બીકે ટ્રકચાલકોએ ડરના માર્યા મોટા પ્રમાણમાં ડીઝલ ખરીદ્યું હતું. ખેતીવાડી અને ગ્રામીશ સેક્‍ટરની વાત કરીએ તો, જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત અને ખરીફ પાકની વાવણીની સિઝન હોવાથી ટ્રેક્‍ટરો અને કૃષિ પંપો માટે ડીઝલની મોસમી માંગ વધારે હતી. જેમાં અછતની અફવાઓએ ઘી હોમવાનું કામ કર્યું હતું. શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સામાન્‍ય નાગરિકોએ ભાવવધારા કે અછતના ડરે પોતાના ટૂ-વ્‍હીલર્સ અને ફોર-વ્‍હિલર્સની ટેન્‍ક ફૂલ કરાવવા પેટ્રોલ પમ્‍પો પર ભારે પડાપડી કરી હતી.

આમ, અફવાઓ અને વૈશ્વિક તણાવના કારણે સર્જાયેલી સ્‍થિતિએ રાજ્‍યના ઇંધણ બજારને ગરમ કરી દીધું છે અને ગ્રાહકોએ અગમચેતીના ભાગરૂપે કરોડો રૂપિયાનું ઇંધણ ખરીદી લીધું છે. 

 

(1:47 PM IST)