<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે ખુશી:પંચામૃત ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો

આ વધારા સાથે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.905 ચૂકવાશે:નવા ભાવનો અમલ આગામી 21 નવેમ્બરથી કરવામાં આવશે

પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. પંચામૃત ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.905 ચૂકવવામાં આવશે. નવા ભાવનો અમલ આગામી 21 નવેમ્બરથી કરવામાં આવશે અને ત્યારબાદના દૂધ બિલમાં પશુપાલકોને વધારાનો લાભ મળશે. ડેરીના આ નિર્ણયથી ત્રણેય જિલ્લાના લાખો પશુપાલકોને આર્થિક ફાયદો થશે.

(1:41 PM IST)