<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

બનાસકાંઠાની જીવાદોરી સમાન સીપુ ડેમમાં માત્ર 4 ટકા જળજથ્થો

સીપુ ડેમથી દાંતીવાડા અને ધાનેરા વિસ્તારમાં પિયત અને પીવાનું પાણી પૂરું પડાતું હતું જે સદંતર છેલ્લા બે વર્ષથી બંધ છે

બનાસકાંઠાની જીવાદોરી સમાન સીપુ ડેમમાં 2017 બાદ પાણી આવ્યું નથી. અત્યારે સીપુ ડેમમાં પાણીનો જથ્થો માત્ર ચાર ટકા જેટલો છે. ડેમના તળિયા દેખાઈ રહ્યા છે ત્યારે સીપુ ડેમથી દાંતીવાડા અને ધાનેરા વિસ્તારમાં પિયત અને પીવાનું પાણી પૂરું પડાતું હતું જે સદંતર છેલ્લા બે વર્ષથી બંધ છે ખેડૂતોના પાણીના તળ નીચે જઈ રહ્યા છે પાક સુકાઈ રહ્યા છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે નર્મદાના નીર થી આ ડેમમાં પાણી નંખાય

(6:40 PM IST)