<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

સ્વ.શ્રી રત્નસિંહજી મહિડા સાહેબની 111મી જન્મજયંતી નિમિત્તે શ્રી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવતાં નિયમિત અભ્યાસ, શિસ્ત, સમયપાલન, સારા સંસ્કારો અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : તા.૨૧ સ્વ.શ્રી રત્નસિંહજી મહિડા સાહેબ ની 111મી જન્મજયંતી નિમિત્તે શ્રી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો હતો

મળતી વિગતોનુસાર ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા ખાતે સ્વર્ગસ્થ શ્રી રત્નસિંહજી મહિડા સાહેબની 111મી જન્મજયંતી નિમિત્તે શૈક્ષણિક વર્ષ 2026–27ના પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
  કાર્યક્રમની શરૂઆત સ્વર્ગસ્થ શ્રી રત્નસિંહજી મહિડા સાહેબના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી કાર્યક્રમના પ્રમુખસ્થાને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળના પ્રમુખ પી. ડી. વસાવા બિરાજમાન રહ્યા હતા. કોલેજના પ્રાચાર્ય ડૉ. એસ. જી. માંગરોળા, મહાનુભાવો, અધ્યાપકગણ, કર્મચારીમિત્રો તથા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

પ્રમુખ પી. ડી. વસાવા એ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવતાં નિયમિત અભ્યાસ, શિસ્ત, સમયપાલન, સારા સંસ્કારો અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી. તેમણે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમનું સંચાલન ડૉ. એમ. આર. ભોંય એ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના વિવિધ વિભાગોના અધ્યક્ષો, પ્રાધ્યાપકગણ, બિનશૈક્ષણિક કર્મચારીમિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા

(11:10 PM IST)