<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

અમદાવાદના કુબેરનગરમાં જૂની અદાવત લોહિયાળ બની : ભાઈને છોડાવવા પડેલા યુવક પર ખંજરથી જીવલેણ હુમલો

પવન નામના યુવક પર કુખ્યાત આરોપી બંકુ શ્રીકાંત ઉર્ફે સિરીયો ગુમાને ખંજર વડે હુમલો કરી ગળા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં જૂની અદાવતમાં થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતા ચકચાર મચી ગઈ છે. પોતાના ભાઈને બચાવવા વચ્ચે પડેલા પવન નામના યુવક પર કુખ્યાત આરોપી બંકુ શ્રીકાંત ઉર્ફે સિરીયો ગુમાને ખંજર વડે હુમલો કરી ગળા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. લોહીલુહાણ હાલતમાં પવનને તાત્કાલિક હોસ્પિટલના ICUમાં સારવાર અર્થે ખસેડાયો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સરદારનગર પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

 

(12:13 AM IST)