News of Friday, 2nd October 2026
રાજ્યસભામાં ચૂંટાયેલા ભાજપના સાંસદ રાજેશ પરમાનંદ શુક્લની જીત સામે વાંધો: હાઈકોર્ટમાં ઈલેક્શન પિટિશન
સુનાવણીમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ.વી.પિન્ટોએ ભાજપના સાંસદ રાજેશ પરમાનંદ સામે સમન્સ જાહેર કર્યું

અમદાવાદ :રાજ્યસભામાં ચૂંટાયેલા ભાજપના સાંસદ રાજેશ પરમાનંદ શુક્લની જીત સામે વાંધો ઉઠાવતી કોંગ્રેસના વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં ઈલેક્શન પિટિશન કરી છે. જેની સુનાવણીમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ.વી.પિન્ટોએ ભાજપના સાંસદ રાજેશ પરમાનંદ સામે સમન્સ જાહેર કર્યું છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે.
વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષ નેતા તરફથી કરાયેલી ઈલેક્શન પિટિશનમા રજૂઆત કરાઈ હતી કે, ભાજપના સાંસદ રાજેશ શુક્લએ પોતાના ઉમેદવારી ફોર્મ સાથેના સોગંદનામામાં તેમની સામે કોઈ પણ ફોજદારી કેસ પડતર નહીં હોવાનો દાવો કર્યો હતો, પરંતુ વાસ્તવમાં તેની વિરુદ્ધ આઈપીસીની કલમ-406,420,465,467,468 અને 471 જેવા અતિ ગંભીર ગુના હેઠળ કેસ નોંધાયેલો છે. તેમાં ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને સમન્સ પણ પાઠવાયા હતા. એટલું જ નહીં, આ ગુનાઓ સબબની ફરિયાદ રદ કરાવવા માટે તેમના તરફથી ગુજરાત હાઈકોર્ટમાં વોશીંગ પિટિશન પણ દાખલ કરાયેલી છે, જે પડતર છે. આ કેસમાં હાઇકોર્ટે કોઇપણ પ્રકારનો સ્ટે પણ તેમને આપ્યો નથી.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
