<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

હવે ચોમાસામાં કે ભારે વાહનોની અવરજવરથી રસ્‍તા તૂટશે નહીં

ગ્રીન ટેકનોલોજીથી રસ્‍તાઓના નિર્માણમાં ખર્ચમાં પણ ઘટાડો થશે અને તેનું આયુષ્‍ય પણ વધશે : રૂા.૧૨૦૦ કરોડના ખર્ચે ક્‍લાઈમેટ રેઝિલિન્‍ટ, ગ્રીન ટેકનોલોજીથી ૨૦ માર્ગ બનાવાશે

અમદાવાદ તા.૨૫: ગુજરાતમાં અનેક માર્ગો, ખાસ કરીને ધોરમાર્ગો પર પણ ટ્રાફિકના વધતા ભારણ તેમજ ઔદ્યોગિક વિસ્‍તારોમાં હેવી લોડિગ વ્‍હીકલ્‍સની અવરજવરથી માર્ગોને પારાવાર નુકસાન થાય છે. ચોમાસામાં ભારે વરસાદની સાથે પાણી ભરાવાથી રસ્‍તાઓ ધોવાઈ જવાની ફરિયાદો વ્‍યાપક બનતી હોય છે. હવે આ સમસ્‍યા અને ફરિયાદોના ઉકેલ માટે માર્ગ અને મકાન વિભાગે ક્‍લાઈમેટ રેઝિલિફટ અને નવી ટેક્રોલોજીના ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી રસ્‍તાના નિર્માણમાં ખર્ચમાં ઘટાડો થશે અને તેનું આયુષ્‍ય પણ વધશે.

માર્ગ અને મકાન વિભાગે વિવિધ જિલ્‍લાના વીસ માર્ગોને આ ગ્રીન ટેક્રોલોજી તરીકે ઓળખાતી પધ્‍ધતિથી નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવાનું નક્કી કર્યું છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રૂ.૧૧૪૭ કરોડના ખર્ચે વીસ માર્ગોના કામ હાથ ધરવા મંજૂરી આપી છે. ગ્રીન ટેકનોલોજીથી નિર્માણ પામાનારા માર્ગોમાં હયાત જૂના રોડના જૂના મટિરિયલ્‍સનો પણ ઉપયોગ કરાશે. આ માર્ગો પર રોડને પહોળા કરવાનું કામ, આર.સી.સી ગટરલાઈન, રિસર્વેસિગ, પ્રોટેક્‍શન વર્ક, ફોર લેન, માટીકામ, રમ્‍બલ સ્‍ટ્રીપ, રોડ ફર્નિચર સાઇડ શોલ્‍ડર વ્‍હાઇટ ટોપિંગ ગ્‍લાસ ગ્રીડ સહિતની કામગીરી અલગ અલગ રોડની જરૂરિયાતો અનુસાર કરાશે. આ રસ્‍તા પર પર્યાવરણને અનુકૂળ અને નવી ટેકનોલોજી અનુસાર કામગીરી ગ્રીન ટેકનોલોજીની કામગીરીમાં હયાત રોડને ઉખાડી ત્‍યાં ચૂનો પાથરી રોલિંગ કરી તેને સ્‍થિર કરાય છે. ત્‍યારબાદ રોડની ઉખાડેલી જૂની સામગ્રીને આ સપાટી પર પાથરીને ડ્રાય રોલિગ કરવામાં આવે છે. તેના પર સિમેન્‍ટ સ્‍પ્રેડર મશીનથી સિમેન્‍ટ પાથરીને તેના પર કેમિકલ સાથેની સિમેન્‍ટનું સ્‍ટેબિલાઈઝેશન કરવામાં આવે છે. ત્‍યારબાદ પેડ ફુટ રોલર, ગ્રેડર તથા ન્‍યૂમેટિક ટાપર રોલરથી તેનું લેવલિગ અને કોમ્‍પેકેશન કરવામાં આવે છે. આ કામગીરીના સાત દિવસ બાદ નોન વુવન મટેરિયલ સ્‍ટ્રેસ એક્‍ઝોર્નિગ મેમ્‍બ્રેન ( SAMI) પાથરીને તેના પર પ્‍લાસ્‍ટિક મિશ્રિત ડામરનું આવરણ લગાવાય છે. SAMI એક પ્રકારની હાઈટેક ફાઈબર શીટ હોય છે, જે ડામર પાથરતા પહેલા લગાવવામાં આવે છે. તે તિરાડોને ઉપર આવતા રોકે છે.

કયા કયા માર્ગો ગ્રીન ટેકનોલોજીથી તૈયાર થશે

લણવા-મણુંદ-સંડેર-બાલીસાણા રોડ (પાટણ), રાધનપુર-મશાલી-માધાપુરા રોડ (પાટણ), ભીડિયા સોમનાથ રોડ (ગીર સોમનાથ), સંતરામપુર- ઝાલોદ રોડ (મહીસાગર), દયાદરા-નબીપુર-ઝનોર રોડ (ભરૂચ), ઈલાવ-કોસંબા રોડ (ભરૂચ), મોરબી-નાની વાવડી-બગથળા રોડ (મોરબી), સુરેન્‍દ્રનગર બાયપાસ રોડ (સુરેન્‍દ્રનગર), ડીંડોલી-કરડવા-ઇક્‍લેરા રોડ (સુરત), માંગલેજ-નારેશ્વર રોડ (વડોદરા), કોસીન્‍દ્રા-ભાખા રોડ (છોટા ઉદેપુર), કરજણ-આમોદ રોડ (વડોદરા), ઇસરવાડા-ઉદેલ રોડ (આણંદ), વાલમ-કડી રોડ (મહેસાણા), પેપળુ-કાપરા રોડ (મહેસાણા), લુણી-ગુંદાલા-પત્રી-ટપ્‍પર-બાબીયા રોડ (કચ્‍છ), વડતાલ- જોળ-બાકરોલ રોડ (આણંદ), તળાજા-ગોપનાથ રોડ (ભાવનગર), કાલાવડ-જામવંથલી-ફલ્‍લા રોડ (જામનગર) અને કોઠાર એપ્રોચ રોડ (નર્મદા).

બલ્‍ક ડ્રગ પાર્કને જોડતા માર્ગથી ઔદ્યોગિક વિસ્‍તારને ફાયદો

ભરૂચમાં જંબુસર-ટંકાલી-દેવલા રોડ પર કો કરોડના ખર્ચે ગ્રીન ટેક્રોલોજીનો ઉપયોગ કરીને રિકન્‍સ્‍ટ્રકશનની મંજૂરી આપવામાં આવી છે. આ માર્ગ જંબુસર પાસે ફાર્માસ્‍યુટિકલ બલ્‍ક ડ્રગ પાર્કને જોડે છે તેમજ ONGC પ્‍લાન્‍ટને જોડતો મુખ્‍ય માર્ગ છે. તે સિવાય દેવલા પાસે મીઠાની ખેતીના વિસ્‍તારને પણ તે જોડાણ પ્રદાન કરે છે. અહીં દરિયાકિનારા પાસે ઝીંગા ઉછેરના તળાવો માટે માર્ગ જંબુસરથી વડોદરા જિલ્‍લાને જોડતો મહત્‍વપૂર્ણ ધોરીમાર્ગ છે. તેના લીધે વડોદરાથી રેલવે, એરપોર્ટ, એક્‍સપ્રેસ-વે દ્વારા દેશના અન્‍ય ભાગો સાથે જોડાણ પ્રથન કરે છે

(11:08 AM IST)