તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Friday, 11th September 2026
નવી કેબિનેટથી સેમિકન્ડક્ટર, કૃત્રિમ બુદ્ધિમત્તા અને નવી ઔદ્યોગિક નીતિ સુધી ગુજરાતને નવી દિશા
ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું પાંચમું વર્ષ : સરકારમાં મોટો ફેરફાર હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી, નવી કેબિનેટમાં નવા ચહેરાઓ, વિકાસ સપ્તાહમાં હજારો કરોડના કામો, પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાતનું નવું મોડેલ, રાજકોટમાં રોકાણના મોટા પ્રસ્તાવોઃ સેમિકન્ડક્ટર ક્ષેત્ર માં ઐતિહાસિક શરૂઆત, ગુજરાત સેમી કનેક્ટ ૨૦૨૬, હરિત ઊર્જા માટે નવી નીતિ, આદિવાસી વિસ્તારો માં વિકાસ, ઇનામ જમીન અંગે મહત્વપૂર્ણ નિર્ણય, ૪.૦૮ લાખ કરોડ રૂપિયાનું બજેટ, અમદાવાદ ને ઓલિમ્પિક માટે તૈયાર કરવાની દિશા, કૃત્રિમ બુદ્ધિમત્તા અને ડિજિટલ વહીવટ, નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬, અવકાશ તકનીક માં ગુજરાતની નવી દિશા, ગિફટ સિટીનું વધતું મહત્વ, નાના ઉદ્યોગકારો સુધી ધિરાણ પહોંચાડવાનો પ્રયાસ, ગુજરાતના વિકાસ મોડેલમાં મોટો ફેરફાર

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ મુખ્યમંત્રી તરીકે ચાર વર્ષ પૂર્ણ કરી ને પાંચ મા વર્ષમાં પ્રવેશ કર્યો , મુખ્યમંત્રી તરીકે ની તેમ ની અત્યાર સુધી ની સફર માં પ્રથમ ચાર વર્ષ દરમિયાન સરકાર ને સ્થિરતા આપવી, ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણી માં ભાજપને ઐતિહાસિક બહુમતી અપાવવી અને ગુજરાત ના વિકાસ ને નવા ઔદ્યોગિક તથા તકનીકી ક્ષેત્રો તરફ લઈ જવા જેવા મહત્વપૂર્ણ તબક્કાઓ રહ્યા છે ,પાંચમું વર્ષ આ સમગ્ર સફર માં થોડું અલગ રહ્યું, કારણ કે આ સમયગાળા દરમિયાન સરકાર ના રાજકીય અને વહીવટી માળખામાં મહત્વપૂર્ણ ફેરફારો થયા.
પાંચ મા વર્ષ દરમિયાન ગુજરાત સરકાર નું ધ્યાન એક તરફ વિકાસ ની ગતિ જાળવી રાખવા, રોજગારી નું સર્જન કરવા અને ઔદ્યોગિક રોકાણ વધારવા પર રહ્યું, તો બીજી તરફ સેમિકન્ડક્ટર, કૃત્રિમ બુદ્ધિમત્તા, અવકાશ તકનીક, હરિત ઊર્જા અને અદ્યતન ઉત્પાદન જેવા ભવિષ્ય ના ક્ષેત્રો માં ગુજરાત ને આગળ લઈ જવાના પ્રયાસો થયા , ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખી ને સરકાર અને સંગઠન બંને સ્તરે નવી ઊર્જા લાવવાનો પ્રયાસ પણ આ સમયગાળા માં જોવા મળ્યો.
સરકારમાં મોટો ફેરફાર
પાંચમા વર્ષ ની શરૂઆત ના થોડા જ સમય માં ગુજરાત ની રાજનીતિ માં મોટો ફેરફાર થયો, ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ હેઠળ નવા મંત્રીમંડળ ની રચના કરવામાં આવી , આ પુનર્ગઠન માં નવા ચહેરાઓ ને મોટી સંખ્યામાં સ્થાન આપવામાં આવ્યું અને સરકાર ના રાજકીય તથા વહીવટી ચહેરા માં નોંધપાત્ર પરિવર્તન આવ્યું , નવા મંત્રીમંડળ માં પાંચ કેબિનેટ મંત્રી, ત્રણ રાજ્ય કક્ષા ના સ્વતંત્ર હવાલા વાળા મંત્રી અને બાર રાજ્ય કક્ષાના મંત્રી સહિત કુલ ૧૯ નવા ચહેરાઓ નો સમાવેશ થયો , આ ફેરફાર ને ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર માં નવી ઊર્જા લાવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવ્યો. હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી
આ નવા મંત્રીમંડળ નું સૌથી મોટું રાજકીય પરિવર્તન હર્ષ સંઘવી ને નાયબ મુખ્યમંત્રી બનાવવા નો નિર્ણય રહ્યો , હર્ષ સંઘવી ને નાયબ મુખ્યમંત્રી ની સાથે ગૃહ વિભાગ ની જવાબદારી પણ સોંપવામાં આવી , આ નિર્ણય થી ગુજરાત સરકારના નેતૃત્વ માળખામાં નવી વ્યવસ્થા જોવા મળી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે સમગ્ર સરકાર નું નેતૃત્વ, નીતિ નિર્ધારણ અને વિકાસલક્ષી કામગીરી ની મુખ્ય જવાબદારી રહી, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ તથા કાયદો અને વ્યવસ્થા જેવા મહત્વના ક્ષેત્રોની જવાબદારી મળી , હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય ગુજરાત ની રાજનીતિ માં પેઢી ગત નેતૃત્વ પરિવર્તન ના સંદર્ભ માં પણ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો , આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર ના નવા ચહેરા અને નવી ટીમ સાથે આગળ વધવાનો આ સંકેત હતો.
નવી કેબિનેટમાં નવા ચહેરાઓ
નવી સરકા માં અનેક નવા ચહેરાઓ ને સ્થાન મળ્યું , પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા અર્જુન મોઢવાડિયા ને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા , તેમને વન અને પર્યાવરણ, હવામાન પરિવર્તન તથા વિજ્ઞાન અને તક નીકી જેવા મહત્વના વિભાગો ની જવાબદારી સોંપવામાં આવી, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રીવા બા જાડેજા ને પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું , નવી કેબિનેટ માં વિવિધ રાજકીય, સામાજિક અને પેઢી ગત સમીકરણોને ધ્યાનમાં રાખી ને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હોવાનું રાજકીય રીતે જોવામાં આવ્યું.
વિકાસ સપ્તાહમાં હજારો કરોડના કામો
ઓક્ટોબર ૨૦૨૫ માં ગુજરાત માં વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોના અંતે ૧૫ ઓક્ટોબરે ગાંધીનગરના મહાત્મા મંદિર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૪૮૮ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું ,
આ વિકાસ કાર્યોની કુલ કિમત આશરે ૨,૮૮૫ કરોડ રૂપિયા હતી , તેમાં શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ, વિજ્ઞાન અને તકનીક સહિત ના બાર જેટલા વિભાગોને આવરી લેવામાં આવ્યા, વિકાસ સપ્તાહ દ્વારા રાજ્ય ના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાતનું નવું મોડેલ
પાંચમા વર્ષ દરમિયાન ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ની પરંપરાગત વૈશ્વિક સમિટ ની સાથે પ્રાદેશિક સ્તરે પણ રોકાણ આકર્ષવાની દિશામાં નવી પહેલ કરી, તેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક ઉદ્યોગો, નાના અને મધ્યમ ઉદ્યોગો, નવા ઉદ્યોગ સાહસો, રોકાણકારો અને રોજગારી ની તકો ને એક મંચ પર લાવવાનો હતો , ઉત્તર ગુજરાત માટે મહેસાણામાં, કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રાજકોટમાં, દક્ષિણ ગુજરાત માટે સુરતમાં અને મધ્ય ગુજરાત માટે વડોદરામાં પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત પરિષદો યોજાઈ , આ પરિષદો દ્વારા વિકાસને માત્ર મોટા શહેરો પૂરતો મર્યાદિત ન રાખીને રાજ્યના વિવિધ પ્રદેશો સુધી લઈ જવાનો પ્રયાસ થયો.
રાજકોટમાં રોકાણના મોટા પ્રસ્તાવો
જાન્યુઆરી ૨૦૨૬માં રાજકોટ માં યોજાયેલી કચ્છ-સૌરાષ્ટ્ર પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત પરિષદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા , ગુજરાત સરકારના જણાવ્યા મુજબ અગાઉ યોજાયેલી ત્રણ પ્રાદેશિક પરિષદો માં થી ૯,૪૯૯ સમજૂતી કરારો અને આશરે ૧૩.૩૦ લાખ કરોડ રૂપિયા ના રોકાણ પ્રસ્તાવો મળ્યા હતા, આ પ્રાદેશિક મોડેલનો મુખ્ય હેતુ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા ઔદ્યોગિક કેન્દ્રોની સાથે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માં પણ રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી કરવાનો હતો.
સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઐતિહાસિક શરૂઆત
ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર ના પાંચમા વર્ષ માં ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ ઘટના તરીકે સાણંદ ખાતે માઇક્રોન ની સેમિકન્ડક્ટર સુવિધામાં વ્યાવસાયિક ઉત્પાદનની શરૂઆતને જોવામાં આવી , ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સાણંદ ખાતે માઇક્રોન ની સેમિકન્ડક્ટર સુવિધાનું ઉદ્ધાટન કર્યું , આ પ્રોજેક્ટ માં આશરે ૨૨,૫૧૬ કરોડ રૂપિયા નું રોકાણ થયું છે, અહીં સેમિકન્ડક્ટર ચિપના પેકેજિગ અને પરીક્ષણ સાથે સંબંધિત કામગીરી શરૂ થઈ , જૂન ૨૦૨૩માં થયેલા સમજૂતી કરારથી શરૂ થયેલી પ્રક્રિયા, સપ્ટેમ્બર ૨૦૨૩ના ભૂમિપૂજન અને ત્યારબાદ મશીનરીની સ્થાપના પછી ફેબ્રુઆરી ૨૦૨૬માં વ્યાવસાયિક ઉત્પાદન સુધી પહોંચી, ગુજરાત માટે આ ઘટના સેમિકન્ડક્ટર ઉદ્યોગ માં પ્રવેશનો મહત્વપૂર્ણ તબક્કો બની.
ગુજરાત સેમી કનેક્ટ ૨૦૨૬
માઇક્રોનની સુવિધાના ઉદ્ધાટન બાદ ૧ અને ૨ માર્ચ ૨૦૨૬ના રોજ ગાંધીનગરમાં ગુજરાત સેમી કનેક્ટ ૨૦૨૬નું આયોજન કરવા માં આવ્યું , તેની મુખ્ય થીમ હતી ‘‘ગુજરાત ભારત નું સિલિકોન પ્રવેશદ્વાર'' , આ કાર્યક્રમ માં ગુજરાત ને માત્ર સેમિકન્ડક્ટર ઉત્પાદન નું કેન્દ્ર નહીં પરંતુ સમગ્ર સેમિકન્ડક્ટર ઉદ્યોગ ના પરિસરનું કેન્દ્ર બનાવવાનું વિઝન રજૂ કરવામાં આવ્યું, આ દરમિયાન ૧,૭૦૦ કરોડ રૂપિયા થી વધુ ના સમજૂતી કરારો થયા હોવાનું જણાવાયું.
આ કરારોમાં સેમિકન્ડક્ટર માટે જરૂરી રસાયણો, સ્મૃતિ મોડ્યુલો, સંશોધન અને વિકાસ, ચિપ સંબંધિત સાધનો તથા અન્ય સહાયક ક્ષેત્રો નો સમાવેશ થયો , એટલે કે ગુજરાત હવે માત્ર એકાદ કારખાનું ઊભું કરવા ની જગ્યાએ ચિપ, રસાયણો, સાધનો, સંશોધન, કુશળ માનવબળ અને પુરવઠા વ્યવસ્થાનું સંપૂર્ણ પરિસર ઊભું કરવા તરફ આગળ વધી રહ્યું છે.
હરિત ઊર્જા માટે નવી નીતિ
ડિસેમ્બર ૨૦૨૫માં ગુજરાત સરકારે સંકલિત નવીનીકરણીય ઊર્જા નીતિ ૨૦૨૫ જાહેર કરી, આ નીતિ હેઠળ ૨૦૩૦ સુધી ગુજરાતમાં ૧૦૦ ગીગા વોટ થી વધુ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા ઊભી કરવા નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો , સૂર્ય ઊર્જા, પવન ઊર્જા, સંયુક્ત ઊર્જા, બેટરી આધારિત ઊર્જા સંગ્રહ, વીજળી ના જાળા ની સ્થિરતા અને હરિત રોજગારી જેવા ક્ષેત્રો પર નીતિ માં ભાર મૂકાયો, આ નીતિ દ્વારા ગુજરાતની ઔદ્યોગિક વિકાસની દિશામાં હરિત ઊર્જાને પણ મહત્વપૂર્ણ સ્થાન મળ્યું ,
આદિવાસી વિસ્તારોમાં વિકાસ
પાંચમા વર્ષ દરમિયાન આદિવાસી વિસ્તારોમાં પાણી, સિચાઈ, રસ્તા, આરોગ્ય અને શિક્ષણના વિકાસ પર પણ ભાર મૂકાયો, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ૨૦૨૬ દરમિયાન આશરે ૧,૧૦૦ કરોડ રૂપિયા ના વિકાસ કાર્યો ને મંજૂરી આપવામાં આવી ,આ યોજના ઓ માં આશરે ૪૦૬ કરોડ રૂપિયાની ઊંચાઈ વાળી સિચાઈ પાઇપ લાઇન યોજના પણ સામેલ હતી, સરકારના જણાવ્યા મુજબ આ યોજના થી આશરે ૮૬ હજાર હેક્ટર જમીનને સિચાઈની સુવિધા મળવાની છે.
ઇનામ જમીન અંગે મહત્વપૂર્ણ નિર્ણય
૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઇનામ જમીનના નિયમિત કરણ માટે નવી વ્યવસ્થાની જાહેરાત કરી સરકારની જાહેરાત મુજબ પાત્ર ખેડૂતો જંત્રીના મૂલ્યના ૨૦ ટકા ચૂકવીને જમીન સંબંધિત કબજા અથવા માલિકીના અધિકારો નિયમિત કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી, આ નિર્ણય લાંબા સમયથી જમીનના હક અને માલિકી સંબંધિત પ્રશ્નો ધરાવતા ખેડૂતો અને જમીન માલિકો માટે મહત્વપૂર્ણ માનવામાં આવ્યો.
૪.૦૮ લાખ કરોડ રૂપિયાનું બજેટ
ફેબ્રુઆરી ૨૦૨૬માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત નું ૨૦૨૬-૨૭ નું બજેટ રજૂ કર્યું , આ બજેટ નું કુલ કદ ૪,૦૮,૦૫૩ કરોડ રૂપિયા હતું , અગાઉ ના વર્ષ ની સરખામણી માં બજેટ માં આશરે ૧૦.૨ ટકાનો વધારો થયો, સરકાર ના જણાવ્યા મુજબ કુલ બજેટ ખર્ચમાંથી આશરે ૬૫ ટકા રકમ વિકાસલક્ષી પ્રવૃત્તિ ઓ માટે રાખવામાં આવી , આ બજેટમાં માળખાકીય વિકાસ ની સાથે રમતગમત, કૃત્રિમ બુદ્ધિમત્તા, ડિજિટલ વહીવટ, ઉદ્યોગ અને નવી ટેક્રોલોજી જેવા ક્ષેત્રોને પણ મહત્વ આપવામાં આવ્યું.
અમદાવાદને ઓલિમ્પિક માટે તૈયાર કરવાની દિશા
૨૦૨૬-૨૭ ના બજેટ માં અમદાવાદ ને ભવિષ્ય ના આંતરરાષ્ટ્રીય રમતગમત કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં ૧,૨૦૦ કરોડ રૂપિયા થી વધુની જોગવાઈ કરવામાં આવી, રમત ગમત નું માળખું, આધુનિક પરિવહન અને આંતરરાષ્ટ્રીય કક્ષા ની સુવિધા ઓ વિકસાવવા ની દિશા માં આ રકમ નો ઉપયોગ કરવા નો ઉદ્દેશ રાખવામાં આવ્યો, ગુજરાત સરકાર અમદાવાદ ને ૨૦૩૬ ના ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવા ની દિશા માં પણ લાંબા ગાળાનું આયોજન કરી રહી છે.
કૃત્રિમ બુદ્ધિમત્તા અને ડિજિટલ વહીવટ
ગુજરાતના વિકાસ મોડેલ માં કૃત્રિમ બુદ્ધિમત્તા અને ડિજિટલ વહીવટનું મહત્વ પણ પાંચમા વર્ષ દરમિયાન વધ્યું , ૨૦૨૬-૨૭ ના બજેટ માં કૃત્રિમ બુદ્ધિમત્તા અને ડિજિટલ વહીવટ સંબંધિત પહેલો માટે ૮૫૦ કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી , ડેટા આધારિત વહીવટ, માહિતી સંકલન કેન્દ્ર અને ઉત્તમતા કેન્દ્ર જેવી પહેલો દ્વારા સરકારી સેવા ઓ ને વધુ આધુનિક અને તકનીકી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬
૧૫ જૂન ૨૦૨૬ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ નવી ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬ જાહેર કરી , આ નીતિ હેઠળ આગામી પાંચ વર્ષમાં ગુજરાત માં ૧૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષવાનું મહત્વપૂર્ણ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું, નવી ઔદ્યોગિક નીતિ માં સેમિકન્ડક્ટર, સ્વચ્છ ઊર્જા, અદ્યતન ઉત્પાદન, નાના અને મધ્યમ ઉદ્યોગો, નવીનતા, નવા ઉદ્યોગ સાહસો અને રોજગારી જેવા ક્ષેત્રોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું , આ નીતિ નો વ્યાપક સંદેશ ‘‘વિકસિત ગુજરાત થી વિકસિત ભારત ક્ ૨૦૪૭'' ની દિશા સાથે ગુજરાત ને ભારત ના અગ્રણી ઔદ્યોગિક અને તકનીકી કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે.
અવકાશ તકનીકમાં ગુજરાતની નવી દિશા
ગુજરાતે સેમિકન્ડક્ટર અને કૃત્રિમ બુદ્ધિમત્તા ની સાથે અવકાશ તકનીક ના ક્ષેત્ર માં પણ આગળ વધવાની દિશા અપનાવી છે , ગુજરાત અવકાશ તકનીક નીતિ ૨૦૨૫-૩૦ હેઠળ અવકાશ સંશોધન, ઉપગ્રહ આધારિત સેવાઓ, ખાનગી ક્ષેત્ર ની ભાગીદારી, અવકાશ ક્ષેત્ર નું ઉત્પાદન અને કુશળ માનવબળ વિકસાવવા નું આયોજન કરવામાં આવ્યું છે , આ નીતિ દ્વારા ગુજરાત ને આગામી સમય માં અવકાશ તકનીક ના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવાનો પ્રયાસ છે .
ગિફટ સિટીનું વધતું મહત્વ
ગાંધીનગરની ગિફટ સિટી પણ ગુજરાત ના વિકાસના નવા કેન્દ્ર તરીકે આગળ વધી રહી છે, નાણાકીય સેવા ઓ, નાણાકીય તકનીક, કૃત્રિમ બુદ્ધિમત્તા, વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય જેવા ક્ષેત્રોને ગુજરાતમાં આકર્ષવા માટે ગિફટ સિટીની ભૂમિકા સતત વધી રહી છે,
૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ગિફટ સિટી ખાતે વિકસિત ગુજરાત શિખર સંમેલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ટેક્રોલોજી, રોકાણ અને ગુજરાતના ભવિષ્યના વિકાસ અંગે ચર્ચા થઈ ,
નાના ઉદ્યોગકારો સુધી ધિરાણ પહોંચાડવાનો પ્રયાસ
૧૩ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિની ૧૯૦મી બેઠકની અધ્યક્ષતા કરી , આ બેઠક માં બેંકોને નાના અને મધ્યમ ઉદ્યોગો, મહિલા ઉદ્યોગસાહસિકો, ગ્રામ્ય કારીગરો, નાના ખેડૂતો, નવા ઉદ્યોગ સાહસો અને પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકો સુધી સરળ અને ઝડપી ધિરાણ પહોંચાડવા ભાર મૂકવામાં આવ્યો , નવી ઔદ્યોગિક નીતિ હેઠળ મળતી પ્રોત્સાહક યોજના ઓ નો લાભ નાના ઉદ્યોગકારો સુધી પણ પહોંચે તે માટે બેંકિગ વ્યવસ્થાને વધુ સક્રિય બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
ગુજરાતના વિકાસ મોડેલમાં મોટો ફેરફાર
ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના પાંચ મા વર્ષ નું સૌથી મોટું પરિવર્તન ગુજરાતના ઔદ્યોગિક વિકાસની દિશામાં જોવા મળે છે , ગુજરાત નું પરંપરાગત ઔદ્યોગિક મોડેલ હવે સેમિકન્ડક્ટર, કૃત્રિમ બુદ્ધિમત્તા, અવકાશ તકનીક, હરિત ઊર્જા અને અદ્યતન ઉત્પાદન જેવા ભવિષ્ય ના ક્ષેત્રો તરફ આગળ વધી રહ્યું છે , સાણંદ માં સેમિકન્ડક્ટર ઉત્પાદન, ધોલેરા તરફનો ઔદ્યોગિક વિકાસ, કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત વહીવટ, નવીનીકરણીય ઊર્જાનું વિશાળ લક્ષ્ય, અવકાશ તકનીક અને ગિફટ સિટીનું વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે નું વિસ્તરણ આ તમામ બાબતો ગુજરાત ના આગામી વિકાસ મોડેલના મહત્વપૂર્ણ સ્તંભો બની રહ્યા છે.
પાંચમા વર્ષની દસ મોટી બાબતો
ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર ના પાંચમા વર્ષ ની સૌથી મહત્વપૂર્ણ બાબતોમાં પ્રથમ ક્રમે નવી કેબિનેટ અને હર્ષ સંઘવી ને નાયબ મુખ્યમંત્રી બનાવવા નો નિર્ણય આવે છે , ત્યારબાદ ૪.૦૮ લાખ કરોડ રૂપિયા નું રાજ્ય બજેટ, સાણંદમાં માઇક્રોન નું સેમિકન્ડક્ટર ઉત્પાદન, ગુજરાત સેમી કનેક્ટ ૨૦૨૬, નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ૧૦ લાખ કરોડ રૂપિયાના રોકાણ નું લક્ષ્ય, નવીનીકરણીય ઊર્જા માટે ૧૦૦ ગીગા વોટ થી વધુનું લક્ષ્ય, અવકાશ તકનીક નીતિ, કૃત્રિમ બુદ્ધિમત્તા માટે ની જોગવાઈ, ઇનામ જમીન નું નિયમિત કરણ અને ચાર પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત પરિષદો મહત્વપૂર્ણ રહ્યા.
પાંચ વર્ષ ની સફરનો સાર
૨૦૨૧ માં ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અચાનક જવાબદારી સંભાળી હતી , ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી માં ભાજપે ૧૫૬ બેઠકો સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો અને ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ વધુ મજબૂત બન્યું, ત્યારબાદ ગુજરાતના વિકાસ માં સેમિકન્ડક્ટર, હરિત ઊર્જા, વૈશ્વિક રોકાણ, શહેરી વિકાસ અને નવી ટેક્રોલોજી જેવા ક્ષેત્રો નું મહત્વ વધતું ગયું,પાંચ મા વર્ષ માં સરકારના નેતૃત્વ અને મંત્રીમંડળમાં ફેરફાર સાથે વિકાસ ની દિશા માં પણ ભવિષ્ય લક્ષી ક્ષેત્રો ને વધુ મહત્વ આપવામાં આવ્યું.
આગામી ૧૩ મી સપ્ટેમ્બર ના રોજ ભુપેન્દ્ર ભાઈ મુખ્યમંત્રી તરીકે ૫ વર્ષ પુર્ણ કરશે, આ વેળા એ ‘અકિલા' પરીવાર તરફથી હાર્દિક શુભેરછાઓ.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
