News of Saturday, 24th October 2026
દમણમાં દિવાળીના તહેવાર પહેલાં ભેળસેળયુક્ત ઘીના કૌભાંડનો પર્દાફાશ: 8,224 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
રિંગણવાડા વિસ્તારમાં આવેલી સાવતા ફૂડ પ્રોડક્ટ્સ ફેક્ટરી પર તંત્ર દ્વારા દરોડા પાડીને ‘સુકૂન’ બ્રાન્ડના નામે વેચાતા 8,224 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો

દમણમાં દિવાળીના તહેવાર પહેલાં ભેળસેળયુક્ત ઘીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રિંગણવાડા વિસ્તારમાં આવેલી સાવતા ફૂડ પ્રોડક્ટ્સ ફેક્ટરી પર તંત્ર દ્વારા દરોડા પાડીને ‘સુકૂન’ બ્રાન્ડના નામે વેચાતા 8,224 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓની તપાસમાં શુદ્ધ ગાયના ઘીમાં વનસ્પતિ તેલ અને પામ ઓઇલની ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. આ ફેક્ટરીમાંથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ઘીનો સપ્લાય કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે, જેના પગલે અન્ય વિસ્તારોમાં પણ આ ઘી પહોંચ્યું હોવાની આશંકા છે.
તપાસ દરમિયાન ફેક્ટરીમાં સ્વચ્છતાના અભાવ અને કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટ અંગે પણ સવાલો ઊભા થયા હતા. તંત્ર દ્વારા કાર્યવાહી કરીને કંપનીનું લાઇસન્સ રદ કરવામાં આવતાં ફેક્ટરી બંધ કરી દેવામાં આવી છે. દિવાળીના તહેવારમાં ઘી અને મીઠાઈની માંગ વધતી હોય છે ત્યારે આ કૌભાંડને પગલે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના આરોગ્ય અંગે ચિંતા ઊભી થઈ છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
