તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૦ મંગળવાર
News of Wednesday, 1st July 2026
નવસારી ૪.૫, જલાલપોર અને કામરેજ ૩.૫ ઇંચ, સુરત શહેર, વલસાડ અને ધરમપુર ૩ ઇંચ વરસાદ
રાજ્યના ૨૧ જીલ્લાના ૭૫ તાલુકાઓમાં મેઘામહેર

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : લાંબી પ્રતીક્ષા કરાવ્યા બાદ મેઘરાજા ની પધરામણી થઈ છે જેને પગલે ૫ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
રાજ્યના ૨૧ જીલ્લા અને ૭૫ તાલુકાઓમાં ૧ થી ૧૧૫ મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં મેઘરાજાએ સૌથી વધુ મહેર દક્ષિણ ગુજરાતમાં વરસાવી છે.
ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો.... નવસારી જિલ્લો : નવસારી - ૧૧૫ મી.મી., જલાલપોર - ૮૯ મી.મી., ચીખલી - ૫૨ મી.મી., ખેરગામ - ૩૪ મી.મી., ગણદેવી - ૨૬ મી.મી. અને વાંસદા - ૧૨ મી.મી. સુરત જિલ્લો : કામરેજ - ૮૮ મી.મી., સુરત શહેર - ૭૧ મી.મી., ઓલપાડ - ૫૯ મી.મી., પલસાણા - ૪૯ મી.મી., આંબિકા - ૪૧ મી.મી., મહુવા - ૪૧ મી.મી., બારડોલી - ૩૯ મી.મી., ચોર્યાસી - ૩૩ મી.મી., માંગરોળ - ૩૦ મી.મી., અરેઠ - ૧૧ મી.મી. અને ઉમરપાડા - ૧૦ મી.મી., વલસાડ જિલ્લો : વલસાડ - ૭૭ મી.મી., ધરમપુર - ૭૦ મી.મી., પારડી - ૬૧ મી.મી., વાપી - ૫૬ મી.મી., નાનાપોંઢા - ૪૫ મી.મી., ઉમરગામ - ૩૦ મી.મી. અને કપરાડા - ૨૧ મી.મી., ભરૂચ જિલ્લો : અંકલેશ્વર - ૫૯ મી.મી., હાંસોટ - ૩૮ મી.મી. અને ભરૂચ - ૧૦ મી.મી., તાપી જિલ્લો : વાલોડ - ૩૧ મી.મી., ડોલવણ - ૨૮ મી.મી. અને વ્યારા - ૨૧ મી.મી., ડાંગ જિલ્લો : વઘઈ - ૪૧ મી.મી., આહવા - ૧૪ મી.મી. અને સુબીર - ૧૧ મી.મી., ખેડા જિલ્લો : વસો - ૪૭ મી.મી., ગીર સોમનાથ જિલ્લો : ઉના - ૩૪ મી.મી., વડોદરા જિલ્લો : ડભોઈ - ૧૩ મી.મી., નર્મદા જિલ્લો : ડેડીયાપાડા - ૧૦ મી.મી. મુખ્યત્વે વરસાદ નોંધાયો છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
