<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ગાંધીનગર જીમખાનામાં નવરાત્રી રાસોત્સવની ઉમંગભેર ઉજવણી, વરિષ્ઠ સનદી અધિકારીઓ પરિવાર સાથે ગરબે ઘૂમ્યા, શ્રેષ્ઠ ખેલૈયાઓને પુરસ્કાર એનાયત

સેક્ટર-19 જીમખાનાની હરિયાળી લોનમાં ચોથા નોરતે ભક્તિસભર માહોલમાં માતાજીની આરતી સાથે રાસોત્સવનો પ્રારંભ, પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોશી, અંજુ શર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ

(અશ્વિન વ્યાસ દ્વારાગાંધીનગર, તા. 15 : આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની ઉજવણી ગાંધીનગર સેક્ટર-19 સ્થિત જીમખાનામાં રાસોત્સવ દ્વારા ઉમંગભેર કરવામાં આવી હતી.

નવરાત્રીના ચોથા નોરતાની રાત્રિએ જીમખાનાની હરિયાળી લોનમાં આયોજિત આ રાસોત્સવમાં જીમખાના મેમ્બર્સ અને પૂર્વ સનદી અધિકારીઓ સહિત વરિષ્ઠ સચિવશ્રીઓ અને અધિકારીઓએ પરિવારજનો સાથે ગરબા-રાસની રંગત માણી હતી.

ભક્તિભાવ પૂર્ણ વાતાવરણમાં માતાજીની આરતી સાથે રાસોત્સવનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે જગદંબાની આરતીમાં પૂર્વ મુખ્ય સચિવ અને GERC ના હાલના અધ્યક્ષ શ્રી પંકજ જોષી, પૂર્વ અધિક મુખ્ય સચિવશ્રીઓ અરૂણકુમાર સુતરિયા, જે.પી. ગુપ્તા, મનોજ દયાણી તેમજ વી.એસ. ગઢવી, સામાન્ય વહિવટ વિભાગના વર્તમાન અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, માર્ગ-મકાન સચિવ શ્રી પ્રભાત પટેલિયા સહિતના અધિકારીઓ જોડાયા હતા.

 

ગાયક વૃંદ અને સંગીતના તાલે સૌ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આ રાસોત્સવમાં શ્રેષ્ઠ ખેલૈયા તરીકે શ્રી ઉદય વૈશ્નવ, શ્રીમતી મેઘલ એરડા, શોભના બહેન મયુર શાહને પૂર્વ અધિક મુખ્ય સચિવ શ્રી અરૂણ કુમાર સુતરિયાના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

(4:34 PM IST)