તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Monday, 19th October 2026
ત્રિપદા ગુરુકુલમ ભોજવા - વિરમગામ ખાતે નવરાત્રી પર્વની ઉજવણી કરાઇ
શાસ્ત્રોક્ત વિધિથી ગાયત્રી હવન અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ત્રિપુદા ગુરુકુલમ ભોજવા વિરમગામ ખાતે આદ્યશક્તિની ઉપાસનાના મહાપર્વ એવા નવરાત્રી દરમિયાન શાસ્ત્રોક્ત વિધિથી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ શિક્ષકો સહિતના લોકો દ્વારા ગાયત્રી હવનમાં આહુતિ આપવામાં આવી હતી. આ ઉપરાંત નર્સરી થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા.
ત્રિપદા ગુરુકુલમના આચાર્યએ જણાવ્યું કે, આ પવિત્ર વિધિ ભક્તિભાવ અને સકારાત્મક ઊર્જા સાથે સંપન્ન કરવામાં આવી. માતા દુર્ગાના ચરણોમાં જ્ઞાન, સમૃદ્ધિ, શાંતિ અને સૌના સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી. માતા દુર્ગા સૌને શક્તિ, જ્ઞાન, સુખ અને સફળતાના આશીર્વાદ આપે. તેમની દિવ્ય કૃપા આપણા વિદ્યાર્થીઓને ઉજ્જવળ અને સફળ ભવિષ્ય તરફ સતત માર્ગદર્શન આપતી રહે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
