News of Thursday, 7th May 2026
ભાજપની જીતને ગાંધીનગર જઇ વધાવતા નરેશભાઇ-જીતુભાઇ-રમેશભાઇ-દિનેશભાઇ

રાજકોટ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પヘમિ બંગાળ તેમજ અસામ સહિતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલા ઐતિહાસિક અને ભવ્ય વિજયને પગલે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે આ ભવ્ય વિજયના અવસરે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ કુંભાણી દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની શુભેચ્છા મુલાકાત લઇ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ખોડલધામના આગેવાનોએ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી ભાજપના શાનદાર વિજય બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વિજય બાદ રાજ્ય અને દેશમાં વિકાસની ગતિ વધુ તેજ બનશે. ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ આ તકે જણાવ્યું હતું કે, આ જીત એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતળત્વમાં થયેલા લોકકલ્યાણના કાર્યો પર જનતાની મહોર છે. સરકાર આગામી સમયમાં જનઆકાંક્ષાઓને પૂર્ણ કરવા વધુ મક્કમતાથી કાર્ય કરશે. આ વિજયથી કાર્યકરોમાં નવો જોમ પુરાયો છે અને ચારેતરફ વિજયના વધામણાં થઈ રહ્યા છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
