<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

શિક્ષણ વિભાગના પરિપત્રને લઈને નણંદ-ભાભી આમનેસામને: શિક્ષણ રાજ્યમંત્રી માત્ર રીલ બનાવવામાં વ્યસ્ત: કોંગ્રેસના નયનાબનો આક્ષેપ

તેમણે કહ્યું કે શાળામાં જવાનો તમામને અધિકાર છે. અવ્યવસ્થા છુપાવવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો

અમદાવાદ : શિક્ષણ વિભાગના પરિપત્રને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનાં નયનાબા જાડેજાએ રાજ્યકક્ષાનાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પર આકરા પ્રહાર કર્યા છે. નયનાબાએ આક્ષેપ કર્યો કે શિક્ષણ રાજ્યમંત્રી માત્ર રીલ બનાવવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે શાળામાં જવાનો તમામને અધિકાર છે. અવ્યવસ્થા છુપાવવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. મહત્વનું છે કે શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર નિયંત્રણ મૂકતો પરિપત્ર જાહેર કર્યો છે. આ નિર્ણયનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે. ત્યારે નયનાબાએ પોતાના ભાભી અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા સામે સવાલો ઉઠાવ્યા છે.

(8:06 PM IST)