<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ગાંધીનગરમાં પીવાના પાણીને લઈને મનપાનો મોટો નિર્ણય: પાણીની ટાંકીઓમાં 'ઓટો ડોઝીંગ સિસ્ટમ' ઇન્સ્ટોલ કરાશે

આ સિસ્ટમ પાણીમાં ક્લોરિનની જરૂરી માત્રાને ઓટોમેટિકલી સેટ કરશે, જેથી પાણી સચોટ રીતે શુદ્ધ થઈ શકે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પીવાના પાણીના શુદ્ધિકરણ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે પાણીની ટાંકીઓમાં આધુનિક 'ઓટો ડોઝીંગ સિસ્ટમ' ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ સિસ્ટમ પાણીમાં ક્લોરિનની જરૂરી માત્રાને ઓટોમેટિકલી સેટ કરશે, જેથી પાણી સચોટ રીતે શુદ્ધ થઈ શકે. આ સમગ્ર પ્રક્રિયાનું ઓનલાઈન ડેશબોર્ડના માધ્યમથી સતત મોનિટરિંગ પણ કરવામાં આવશે. મનપાના આ નિર્ણયથી ગાંધીનગરના 22 ગામના લોકોને શુદ્ધ અને જંતુમુક્ત પીવાનું પાણી ઉપલબ્ધ બનશે.

(8:45 PM IST)