News of Thursday, 4th June 2026
રાજ્યસભાની ટીકિટ મળતાં મુકેશ રાઠવાએ કહ્યું - ગુજરાતના વિકાસ અને લોકોના પ્રશ્નોને રાજ્યસભામાં અસરકારક રીતે રજૂ કરવા સતત પ્રયાસ કરશે
રાજપીપળામાં શુભેચ્છકો અને આગેવાનો દ્વારા તેમનું સન્માન કરી ઉજ્જવળ રાજકીય ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી

ભાજપે રાજ્યસભા માટે છોટાઉદેપુરના કવાંટના યુવા નેતા મુકેશ રાઠવાને ઉમેદવાર જાહેર કરતાં તેમના સમર્થકો અને કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી. રાજપીપળામાં શુભેચ્છકો અને આગેવાનો દ્વારા તેમનું સન્માન કરી ઉજ્જવળ રાજકીય ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.આ પ્રસંગે મુકેશ રાઠવાએ તમામ શુભેચ્છકો, કાર્યકરો અને પક્ષના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પક્ષે તેમના પર મૂકેલા વિશ્વાસને તેઓ નિષ્ઠા અને સમર્પણથી સાર્થક કરશે તેમજ ગુજરાતના વિકાસ અને લોકોના પ્રશ્નોને રાજ્યસભામાં અસરકારક રીતે રજૂ કરવા સતત પ્રયાસ કરશે
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
