<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

માતાઓને ‘ઝંઝટ'માંથી મુક્‍તિઃ હવે ઘરે પહોંચશે ટેસ્‍ટી ‘સ્‍કૂલ લંચ બોક્‍સ'!

અમદાવાદમાં નવો ટ્રેન્‍ડઃ સ્‍કૂલ લંચ બોક્‍સ સર્વિસ બાળકોનો નાસ્‍તો ઘરે પહોંચાડશે : સોમવારથી શનિવારનું ખાસ મેનુઃ બાળકની પસંદગી મુજબ અગાઉથી ઓર્ડર નોંધાવવાની સુવિધા - નવી વ્‍યવસ્‍થા ગૃહિણીઓ અને સ્‍વરોજગાર ઇચ્‍છુક મહિલાઓ માટે આત્‍મનિર્ભર બનવાનું ઉત્તમ સાધન

અમદાવાદ,તા.૨૬: અમદાવાદ શહેરમાં જીવનશૈલી બદલાવાની સાથે-સાથે રોજબરોજની દિનચર્યામાં પણ નવા-નવા બદલાવ જોવા મળી રહ્યા છે. અત્‍યાર સુધી વર્કિગ કપલ કે નોકરિયાત વર્ગ માટે લંચ અને ડિનર પૂરું પાડતી ટિફીન સર્વિસ ખૂબ જ લોકપ્રિય હતી, પરંતુ હવે સમયની માગ સાથે અમદાવાદમાં એક તદ્દન નવો અને અનોખો ટ્રેન્‍ડ શરૂ થયો છે. જેમાં હવે સ્‍કૂલે જતા બાળકો માટે ‘સ્‍કૂલ લંચ બોક્‍સ સર્વિસ' શહેરના અનેક વિસ્‍તારોમાં શરૂ થઈ છે. આ સુવિધા ખાસ કરીને શાળાએ જતા બાળકોના વાલીઓ અને તેમાં પણ વર્કિગ કે વ્‍યસ્‍ત માતાઓ માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે. તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.

આજના ભાગદોડભર્યા યુગમાં ખાસ કરીને સંયુક્‍ત કે વિભક્‍ત પરિવારમાં જ્‍યાં માતા-પિતા બંને નોકરી કરતા હોય, ત્‍યાં સવારનો સમય અત્‍યંત વ્‍યસ્‍ત રહે છે. બાળકોને વહેલી સવારે તૈયાર કરવા, સ્‍કૂલ બસ કે વાહનોનો સમય સાચવવો અને તેની સાથેસાથે પૌષ્ટિક નાસ્‍તો કે લંચ બોક્‍સ તૈયાર કરવું એ માતાઓ માટે રોજની મોટી ચિતા બની રહેતી હતી. આ સમસ્‍યાનો હકારાત્‍મક ઉકેલ લાવવા માટે અમદાવાદના અનેક વિસ્‍તારોમાં હવે સવાર-સવારમાં બાળકો માટે ઘર જેવું શુદ્ધ અને તાજું લંચ બોક્‍સ ઘરે પહોંચાડતી ખાસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ સેવાના પ્રારંભથી માતાઓને વહેલી સવારે રસોડામાં દોડધામ કરવાની અને લંચ બોક્‍સ પેક કરવાની માથાકૂટમાંથી મોટી રાહત મળી છે.

આ લંચ બોક્‍સ સર્વિસની પ્રક્રિયા અત્‍યંત સરળ અને આયોજનબદ્ધ છે. જેમાં વાલીઓએ આગલા દિવસે જ સાંજે કે રાત્રે પોતાનો ઓર્ડર નોંધાવી દેવાનો રહે છે અને સાથે જ ઘરનું ચોક્કસ સરનામું પણ આપવાનું હોય છે. આ સર્વિસ સાથે જોડાયેલા રસોઈયા અને ડિલિવરી બોય વહેલી સવારે લગભગ ૬ વાગ્‍યાની આસપાસ બાળકોના સ્‍કૂલ સમયને ધ્‍યાનમાં રાખીને ગરમાગરમ લંચ બોક્‍સ સીધા ઘરે પહોંચાડી દે છે. આ સેવા આપતા મોટાભાગના લોકો ઘરેથી જ નાની સ્‍વાદિષ્ટ હોમમેઇડ કેટરિગ કે ટિફીન સેવા ચલાવે છે. તેમણે અગાઉથી જ આખું સાપ્તાહિક મેનુ નક્કી કરેલું હોય છે. સોમવારથી શનિવાર સુધી કયા દિવસે કઈ પૌષ્ટિક અને ભાવતી વાનગી જેવા કે પૌવા, થેપલા, પાસ્‍તા, ઉત્તપમ, પરાઠા, ઇડલી-સાંભાર વગેરે બનશે તેની માહિતી વાલીઓને અગાઉથી આપી દેવામાં આવે છે. વાલીઓ પોતાના બાળકની પસંદગી અને સ્‍વાસ્‍થ્‍ય અનુસાર વાનગી પસંદ કરી ઓર્ડર કરી શકે છે.

બાળકો બહારનું જંક ફૂડ અથવા અનહેલ્‍ધી નાસ્‍તો ખાવાને બદલે સ્‍કૂલમાં ઘર જેવું પૌષ્ટિક અને શુદ્ધ લંચ લઈ જાય તે દરેક માતા-પિતાની ઇચ્‍છા હોય છે. આ સર્વિસમાં ખાસ કાળજી રાખવામાં આવે છે કે ખોરાક બિલકુલ શુદ્ધ, તેલ-મસાલા વગરનો અને બાળકોને ભાવે તેવો પૌષ્ટિક હોય.

આ ઉપરાંત, આ સેવામાં આર્થિક લ્લષ્ટિએ પણ વાલીઓનું વિશેષ ધ્‍યાન રાખવામાં આવ્‍યું છે. જો કોઈ પરિવારમાં એક કરતાં વધુ બાળક હોય અને એક જ સરનામા પર લંચ બોક્‍સ મંગાવવામાં આવે, તો તેના પર વિશેષ ડિસ્‍કાઉન્‍ટ કે આકર્ષક પેકેજ પણ ઓફર કરવામાં આવે છે, જેનાથી ખર્ચમાં પણ રાહત રહે છે.

આ નવો ટ્રેન્‍ડ માત્ર વાલીઓ માટે જ રાહતરૂપ નથી બન્‍યો, પરંતુ અનેક ગૃહિણીઓ અને સ્‍વરોજગાર ઇચ્‍છુક મહિલાઓ માટે આત્‍મનિર્ભર બનવાનું ઉત્તમ સાધન બની ગયો છે. ઘરની રસોઈકળામાં નિપુણ અનેક મહિલાઓ પોતાના રસોડામાંથી જ આ વ્‍યવસાય શરૂ કરીને પોતાના પરિવારના ગુજરાન માટે સારો એવો આર્થિક સહારો ઊભો કરી રહી છે. અમદાવાદમાં શરૂ થયેલી આ ‘સ્‍કૂલ લંચ બોક્‍સ સર્વિસ' એ સમયની જરૂરિયાત સાથેનો એક ખૂબ જ સુંદર અને આવકારદાયક પ્રયાસ છે. એક તરફ જ્‍યાં વાલીઓને સવારની ચિતામાંથી મુક્‍તિ મળી રહી છે, તો બીજી તરફ અનેક પરિવારો આ વ્‍યવસાય દ્વારા આર્થિક રીતે આગળ વધી રહ્યા છે.

(3:39 PM IST)