News of Saturday, 1st August 2026
ફિગર બગડી જવાના ડરથી માતાઓ નવજાતને સ્તનપાન કરાવતી નથી!
વિશ્વ સ્તનપાન સપ્તાહઃ જીવનની ટકાઉ શરૂઆત માટે સ્તનપાન થીમ પર ઉજવાશે : નવજાત શિશુને ૬ મહિના સુધી સ્તનપાન કરાવવાનો દર ઘટયો

વડોદરા,તા.૦૧: દર વર્ષની જેમ ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન વિશ્વભરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૬' ની ઉજવણી થઈ રહી છે. બાળક માટે માતાનું દૂધ અમૃત સમાન છે, પરંતુ તાજેતરના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS 2023-24) મુજબ, ૬ મહિના સુધી ફક્ત સ્તનપાન કરાવ દર ૬૩.૭% થી ઘટીને ૫૫.૬% થઈ ગયો છે. વડોદરા અને સમગ્ર ગુજરાતમાં પણ આ દરમાં ઘટાડો ચિતાજનક છે. આ વર્ષે જીવનની ટકાઉ શરૂઆત માટે સ્તનપાન થીમ પર આ સપ્તાહની ઉજવણી કરાશે.
પબ્લિક હેલ્થ ન્યુટ્રિશન તજજ્ઞ ડો. હેમાંગિની ગાંધીએ જણાવ્યું હતું કે, આજના આધુનિક સમયમાં ધાવણ કરાવવાનો દર ઘટવા પાછળ કેટલાંક માનસિક, વ્યાવહારિક અને સામાજિક પરિબળો જવાબદાર છે. જેમાં ઘણી માતાઓમાં એવો ભ્રમ હોય છે કે લાંબા સમય સુધી સ્તનપાન કરાવવાથી તેમનું ફિગર બગડી જશે કે સ્તનની સુડોળતા જતી રહેશે. વાસ્તવમાં, સ્તનપાન કરાવવાથી ગર્ભાશય મૂળ સ્થિતિમાં ઝડપથી આવે છે અને ગર્ભાવસ્થા દરમિયાન વધેલું વજન ઘટવામાં મદદ મળે છે. ઉપરાંત કામકાજી મહિલાઓને માતૃત્વ રજાઓ પૂરી થયા પછી તરત જ કામ પર પાછા ફરવું પડે છે. કાર્યસ્થળે બ્રેસ્ટફીડિગ કે મિલ્ક પમ્પ કરવા માટે યોગ્ય ખાનગી જગ્યા કે ડે-કેર સુવિધા ન હોવાથી માતાઓ ફોર્મ્યુલા મિલ્ક તરફ વળે છે. સ્તનપાન કરાવતી માતાને શારીરિક અને માનસિક આરામની જરૂર હોય છે. બાળકના ઉછેરની તમામ જવાબદારી એકલી માતા પર આવતા થાક અને સ્ટ્રેસના કારણે દૂધનું ઉત્પાદન ઘટી જાય છે. તે સાથે જ બજારમાં મળતા તૈયાર પાવડરના દૂધની આકર્ષક જાહેરાતોને કારણે ઘણીવાર માતાપૂર્વક એવું માની લેવાય છે કે ઉપરનું દૂધ માતાના દૂધ જેટલું જ ગુણકારી છે, જે તબીબી રીતે સરાસર ખોટું છે.
બાળકના જન્મનો પ્રથમ કલાક શા માટે અત્યંત કિંમતી છે?
જન્મ પછીનો પ્રથમ ૧ કલાક એ નવજાત શિશુ અને માતા બંનેના જીવનમાં 'ગોલ્ડન અવર' કહેવાય છે. આ એ સમય છે જ્યારે બાળક નવી દુનિયામાં અનુકૂલન સાધવાનો પ્રયાસ કરી રહ્યું હોય છે, અને આ સમયે જ તેને માતાનું પ્રથમ દૂધ મળવું જીવનભરની તંદુરસ્તીની પાયાની ઇંટ સાબિત થાય છે. બાળકના જન્મ પછી તરત જ માતાના સ્તનમાં આવતું પીળું, ઘ દૂધ જેને 'કોલોસ્ટ્રમ' કહેવાય છે. તેમા વિપુલ પ્રમાણમાં ઈમ્યુનોગ્લોબ્યુલિન અને એન્ટીબોડીઝ હોય છે, જે નવજાત શિશુને વિવિધ વાયરસ અને બેક્ટેરિયલ ચેપ સામે રક્ષણ આપે છે. આ દૂધ બાળક માટે કોઈ પણ કૃત્રિમ રસી કે દવા કરતાં વધુ શક્તિશાળી 'ફર્સ્ટ વેક્સિન' તરીકે કામ કરે છે. તે સાથે જ કોલોસ્ટ્રમ બાળકના આંતરડા પર એક રક્ષણાત્મક પડ બનાવે છે, જેથી હાનિકારક બેક્ટેરિયા લોહીમાં પ્રવેશ કરી શકતા નથી. સાથે જ તે બાળકના પેટમાંથી પ્રથમ મળ સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી જોન્ડિસનું જોખમ ઘટે છે.
કેવી રીતે આ પરિસ્થિતિ બદલી શકાય ?
પરિવારનો સપોર્ટ બાળકના ઉછેરની જવાબદારી વહેંચીને માતાને માનસિક રીતે શાંતિ આપો.
અનુકૂળ સરકારી નીતિઓ નોકરી કરતી માતાઓ માટે મેટરનિટી લીવ અને વર્કિગ અવર્સમાં છુટછાટ.
સામાજિક જાગૃતિ બોડી ઈમેજ અંગેની ગેરસમજો દૂર કરવી અને
સમાજ ધાત્રી માતાઓ પ્રત્યે સંવેદનશીલ બને.
વર્કપ્લેસ ફેસિલીટી ઓફિસોમાં ફીડિગ રૂમ અને ઘોડિયાગૃહની સુવિધા
બેબી-ફ્રેન્ડલી હોસ્પિટલ જન્મ પછી તરત જ હોસ્પિટલમાં યોગ્ય માર્ગદર્શન અને સુવિધા.
ગર્ભાવાસ્થાથી જ કાઉન્સેલિગ સગર્ભાવસ્થાના છેલ્લા દિવસોથી જ સ્તનપાનના ફાયદા વિશે સાચી માહિતી આપવી.
યોગ્ય પદ્ધતિ સ્તનપાન કરાવવા વિશેની સાચી પોઝિશન અને તકનીક વિશે જાણકારી.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
