News of Tuesday, 6th October 2026
ગુજરાતમાં ૪૦ લાખથી વધારે વાહનો ૧૫ વર્ષ જૂના-ખખડધજ
સરકારે રોડ ટેક્સનું ગાજર લટકાવવું પડયું : અમદાવાદમાં સૌથી વધુ ૨૦ લાખ ભંગાર વાહનો સુરત, રાજકોટ અને વડોદરામાં પણ રાફડો ફાટયો

અમદાવાદ,તા.૬: રાજ્ય સરકારે ફરી એકવાર વાહન સ્ક્રેપ પોલિસી જાહેર કરી છે પણ હેઠળ સત્તાવાર આંકડાઓ અનુસાર, સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં ૧૫ વર્ષથી વધુ જૂના અને ખખડધજ વાહનોની કુલ સંખ્યા ૪૧.૨૦ લાખથી વધુ નોંધાયેલી છે. આ ખખડધજ વાહનો મુસાફરો માટે જોખમી સાબિત થઈ શકે છે સાથે પર્યાવરણ માટે પણ ખતરો છે. હવે સરકારે રહી રહીને વાહનો ભંગારવાડે જાય તે માટે આકર્ષક રોડ ટેક્સ રાહતનું ગાજર લટકાવ્યુ છે.
રાજ્યના મોટા શહેરોમાં ૧૫ વર્ષ ૧.૧૧ લાખથી વધુ ટ્રેક્ટર અને ૧.૩૪ સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૨૦.૫૮ જૂના વાહનોનો રાફડો ફાટ્યો છે. જેમાં લાખથી વધુ વાહનો ખખડધજ હાલતમાં છે. આ ઉપરાંત રાજકોટમાં આશરે ૭.૩૬ લાખ, સુરતમાં ૨ લાખ અને વડોદરામાં ૧.૩૫ લાખથી વધુ જૂના વાહનો નોંધાયા છે. આ ૪૧ લાખ વાહનોમાં ૬.૩૪ લાખથી વધુ કાર, ૧.૭૬ લાખ જેટલી ટ્રક, થાય છે, જે પર્યાવરણ માટે મોટો ખતરો લાખથી વધુ પેસેન્જર રિક્ષાઓનો સમાવેશ બની રહ્યા છે. નવી માર્ગદર્શિકા અનુસાર, રાજ્ય સરકાર હસ્તકના ૧૫ વર્ષથી જૂના સરકારી વાહનો, એસ.ટી. બસો અને સ્થાનિક નગરપાલિકા કે કોપીરેશનના વાહનોને ધીરે ધીરે સ્ક્રેપ કરવામાં આવી રહ્યાં છે. ખાનગી વાહનો માટે પણ ૧૫
વર્ષ પૂર્ણ થયા બાદ ફિટર્નસ સર્ટિફિકેટ નિયમો મુજબ ૧૫ વર્ષ જૂની ખાનગી મેળવવું કડક બનાવી દેવાયું છે. નવા કારના રી-રજિસ્ટ્રેશનની ફીમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી લોકો જૂના વાહનો વાપરવાનું બંધ કરે. આમ છતાંય જૂના વાહનોની ભરમાર યથાવત રહી છે. આ જોતાં વાહન સ્ક્રેપ પોલીસી બિનઅસરકારક સાબિત ઠરી રહી છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
