<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

તિલકવાડા પરિક્રમા કરવા આવેલ ભક્તનો મોબાઇલ તથા દેડિયાપાડાના શખ્સનો મોબાઇલ ગુમ

બંને મોબાઇલ બાબતે તિલકવાડા અને દેડિયાપાડા પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાંથી બે અલગ અલગ વ્યક્તિઓના મોબાઇલ ફોન પડી જતા બંનેએ ફરિયાદ આપી છે.

   મળતી માહિતી મુજબ તિલકવાડા પરિક્રમા રૂટ પર સંકેતભાઇ વિક્રમભાઈ પટેલ ( રહે.બી-૩૭ મા ગાયત્રી બામરોલી રોડ ગોધરા )નાઓ તિલકવાડા પરિક્રમા કરવા આવેલ તે દરમ્યાન પોતાનો મોબાઇલ ફોન સેમસંગ કંપનીનો F 15 મોબાઇલ ફોન તપાસ કરતા મોબાઇલ ફોન મળી આવેલ ન હોય કયાક પડી ગયેલ હતો .
  જ્યારે બીજી ફરિયાદમાં ઉદેસીંગભાઈ દશરીયાભાઈ વસાવા (રહે,ખેડીપાડા પાડા ફળીયું, તા.ડેડીયાપાડા, જિ.નર્મદા )નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ તેઓ ખૈડીપાડાથી સજનવાવ ગામ તરફ જંગલમા કામ અર્થે જતો હતો તે વખતે તેમની પાસેની થેલી ફાટી જતા તેમા મુકેલ મોબાઈલ પડી જતા જેમાં જીયો કંપનીનુ સીમકાર્ડ હોય અને મોબાઇલનો ફોનની કિંમત રૂપિયા ૧૯,૦૦૦/- નો પડી જઈ ખોવાય જતા ઉપરોક્ત બંને મોબાઇલ બાબતે તિલકવાડા અને દેડિયાપાડા પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

(10:06 PM IST)