News of Monday, 18th May 2026
અપેક્ષા વિનાના કર્મને ભારતીય સંસ્કાર ગણાવતા મંત્રી પ્રફુલ પાનસેરિયાઃ સુરત ગુરૂકુલમાં કંપવા કેમ્પ
રાજકોટ ગુરૂકુલની સુરત વેડરોડ શાખામાં ધર્મજ પાકિનન્સ કેર સેન્ટર દ્વારા યોજાયેલ કંપવા રોગ અંગેના કેમ્પમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા, શ્રી ધર્મવલ્લભજી સ્વામી, ધનજીભાઇ રાખોલિયા, શ્રી રાકેશ દુધાત, પ્રદીપ રાખોલિયા, પ્રકાશ રાખોલિયા, ડો. હર્ષદ ચોવટિયા વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

સુરત તા. ૧૮: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડરોડ સુરતના વિદ્યાલયના મધ્યસ્થ હોલમાં યોજાયેલ આ કેમ્પમાં ગુરુકુળના મહંત શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ કહ્યું હતું કે ‘નિરોગી રહેવા લોકો પ્રયાસ કરે છે પરંતુ બીજાને નિરોગી કરવાનો ધર્મજ પાર્કિન્સન્સ કેર ટ્રસ્ટના સ્થાપક અને ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પ્રકાશભાઈ રાખોલીયાએ આજે પ્રારંભ કર્યો છે.
ટ્રસ્ટના સ્થાપક અને સહયોગી શ્રી પ્રકાશભાઈ રાખોલીયાએ કહ્યું હતું કે હું જ્યારે ગુરુકુળમાં ભણતો ત્યારે સંતો કહેતા કે રોગ અને શત્રુને ઉગતા ડામવા જોઈએ. મને ૨૦૧૭ માં આ કંપવા રોગની અસર થયેલી . પરંતુ એ ટાઈમે બહુ ધ્યાન ન આપ્યું અને ધંધા વ્યવહારમાં વ્યસ્ત રહ્યો. પરિણામે ૨૦૨૦ થી એની વધુ અસર દેખાઇ. હું જે મુશ્કેલી ભોગવી રહ્યો છું તે બીજાને ભોગવવાની ન આવે એ માટે અમારો આ નમ્ર પ્રયાસ છે. આપણે યોગી નહીં તો બીજાને ઉપયોગી બનીએ, વિશેષ માં જણાવ્યું કે સામાન્ય રીતે લોકોમાં જેટલી કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગ વિશે જેટલી સમજણ છે એટ્લી સમજણ કંપવા અને અન્ય મગજ ને લગતી બીમારી માટે નથી.
સુરતના જાણીતા ન્યુરો ફિઝિશિયન ડોક્ટર હર્ષદ ચોવટીયાએ કહ્યું હતું કે અનિયમિત જીવનશૈલી, અપથ્ય આહાર, ઝેરી અને પ્રદૂષિત વાતાવરણ તેમજ અતિ તણાવયુકત જીવનથી પાર્કિન્સન (કંપવા) જેવી મગજ અને ચેતાતંત્રને લગતી બિમારી થાય છે. જેને દવાઓથી કંટ્રોલ કરી શકાય છે.
મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે ડોક્ટર શ્રી હર્ષદ ચોવટીયા, ફિઝિયોથેરાપિસ્ટ શ્રી અર્પણ ડોબરીયા તેમજ પીપી સવાણી યુનિવર્સિટીના પ્રોફેસર ડો પંકજભાઈ ગાંધી દ્વારા ડિસેબિલિટી સર્ટિફિકેટ કઈ રીતે મેળવવું તેની ઝીણવટ ભરી જાણકારી અપેલી અને તેઓ ને સન્માનિત કરાયેલા, વિવિધ સામાજિક કાર્યો સાથે જોડાયેલા SPSS ના પ્રમુખ કાનજી ભાઈ ભાલાળા એ પણ આ પહેલ ને બિરદાવી હતી.
પાર્કિન્સિન્સ કંપવા કેમ્પના અધ્યક્ષ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ફુલભાઈ પાનસેરીયાએ સરકારશ્રી દ્વારા થતી આરોગ્ય સેવાની વાત કરતા કહ્યું હતું કે ગુજરાતમાં ૧૪૦૦૦ નાના બાળકોને ડાયાબિટીસની સેવા તથા ૨૪૦ કરોડના ખર્ચે નાના બાળકો જેને બોલવા સાંભળવાની સર્જરી નિશુલ્ક કરી છે. અપેક્ષા રહીત કર્મ કરવા એ આપણા ભારતીય સંસ્કારો છે અને તેમાં ધર્મજ કેર ટ્રસ્ટ ઉમદા કાર્ય કરશે અને એમાં ગુજરાત સરકાર પણ સહયોગી બનશે.
પ્રભુ સ્વામીએ માહિતી કહ્યું હતું કે આ કેમ્પમાં ૧૪૩ દર્દીઓના ફોર્મ ભરી ટોકન અપાયેલા. એક દર્દીને સાંભળવા માટે ડોક્ટરે ૪૫ મિનિટ જેવો ટાઈમ આપવો જરૂરી હોય છે.
ધર્મજ પાર્કિન્સન્સ કેર ટ્રસ્ટ સુરત દ્વારા સેવા પ્રારંભ ગુરુકુળમાં થયો છે એમ સમારંભનું સંચાલન કરતા આચાર્યશ્રી ધર્મેશ સલિયાએ કહ્યું હતું .
આ પ્રસંગે ધનજીભાઈ રાખોલીયા, દયાળભાઈ ગોટી, રાકેશભાઈ દુધાત, પ્રદીપભાઈ રાખોલીયા , આયુષભાઈ ઉંધાડ ડો. ભાવિન શિરોયા, ડો. ચેતનભાઈ મોરડિયા,શ્રી હરિભાઈ કથીરીયા, ભાર્ગવભાઈ કોટડીયા, જયંતીભાઈ વઘાસીયા, ભરતભાઈ કોટડીયા, નરેશભાઈ લખાણી, મેહુલભાઈ સુતરીયા, શૈલેષભાઈ ગોટી, અરજણભાઈ વઘાસીયા, મનહરભાઈ લખાણી, નરેશભાઈ ઘેલાણી વગેરે ઉપસ્થિત રહેલ હતા. તેમ શ્રી પ્રભુ સ્વામી જણાવે છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
