<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

નવસારીમાં મેઘતાંડવ:રાજસ્થાનથી નવસારી આવેલી ખાનગી બસ ફસાઈ: મુસાફરોના જીવ તાળવે ચોંટયા:એક ટ્રક ડગુમગુ સ્થિતિમાં

હજુ પણ અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો હોવાથી વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકી

નવસારીમાં મેઘરાજાના ભારે તાંડવને કારણે જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે જેમાં ખાસ કરીને નેશનલ હાઈવે નંબર 48 પર એક ભયાનક દ્રશ્ય સામે આવ્યું છે. અહીં ખારેલ નજીક સર્વિસ રોડ પર મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. 

 રાજસ્થાનથી નવસારી તરફ આવી રહેલી આ બસ પાણીમાં અડધે સુધી ગરકાવ થઈ ગઈ હતી, જેને જોઈને બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ભરાયેલા પાણીમાં બસ ફસાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં રહેલા મુસાફરો આ આફત વચ્ચે ભયના ઓથાર હેઠળ મુકાયા હતા. હજુ પણ અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો હોવાથી વાહનચાલકો અને મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા સલામતી માટે વાહનચાલકોને અત્યંત સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે

(9:00 PM IST)