News of Wednesday, 22nd July 2026
ગુજરાતમાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ : ૮ કલાકમાં ૧૭ જિલ્લાના ૬૫ તાલુકામાં મેઘમહેર : વલસાડમાં સૌથી વધુ ૭.૪૮ ઇંચ, ચીખલીમાં ૬.૩૦ ઇંચ અને ખેરગામમાં ૫.૭૮ ઇંચ વરસાદ ખાબક્યો
રાત્રે ૧૨થી સવારે ૮ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ-૧૦ તાલુકાઓમાં વલસાડ ૭.૪૮ ઇંચ, ચીખલી ૬.૩૦ ઇંચ, ખેરગામ ૫.૭૮ ઇંચ, કપરાડા ૫.૭૧ ઇંચ, પારડી ૫.૩૯ ઇંચ, વાંસદા ૫.૨૦ ઇંચ, ઉમરગામ ૪.૬૦ ઇંચ, નાનાપોંઢા ૪.૪૧ ઇંચ, ધરમપુર ૪.૦૫ ઇંચ અને વઘઈમાં ૩.૩૯ ઇંચ વરસાદ નોંધાયો

ગાંધીનગર: ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી આંકડા અનુસાર, રાજ્યમાં ૨૧ જુલાઈ ૨૦૨૬ની મધ્યરાત્રિએ ૧૨:૦૦ વાગ્યાથી ૨૨ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ વાગ્યા સુધીના ૮ કલાકના સમયગાળા દરમિયાન ૧૭ જિલ્લાના કુલ ૬૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં મેઘરાજાએ ભારે વરસાદ વરસાવ્યો છે.
રાત્રે ૧૨:૦૦થી સવારે ૮:૦૦ વાગ્યા સુધીના ૮ કલાકના સમયગાળામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા મુખ્ય ૧૦ તાલુકાઓ નીચે મુજબ છે:
1. વલસાડ (વલસાડ): ૭.૪૮ ઇંચ (૧૯૦ મિમી)
2. ચીખલી (નવસારી): ૬.૩૦ ઇંચ (૧૬૦ મિમી)
3. ખેરગામ (નવસારી): ૫.૭૮ ઇંચ (૧૪૭ મિમી)
4. કપરાડા (વલસાડ): ૫.૭૧ ઇંચ (૧૪૫ મિમી)
5. પારડી (વલસાડ): ૫.૩૯ ઇંચ (૧૩૭ મિમી)
6. વાંસદા (નવસારી): ૫.૨૦ ઇંચ (૧૩૨ મિમી)
7. ઉમરગામ (વલસાડ): ૪.૬૦ ઇંચ (૧૧૭ મિમી)
8. નાનાપોંઢા (વલસાડ): ૪.૪૧ ઇંચ (૧૧૨ મિમી)
9. ધરમપુર (વલસાડ): ૪.૦૫ ઇંચ (૧૦૩ મિમી)
10. વઘઈ (ડાંગ): ૩.૩૯ ઇંચ (૮૬ મિમી)
સમયગાળા વાઇઝ વરસાદી વિગતો જોઈએ તો:
રાત્રે ૧૨:૦૦ થી ૦૨:૦૦ વાગ્યા દરમિયાન (૩૧ તાલુકા):
વલસાડના કપરાડામાં ૧.૫૪ ઇંચ, ઉમરગામમાં ૧.૪૨ ઇંચ, નાનાપોંઢામાં ૧.૩૮ ઇંચ, પારડીમાં ૧.૩૮ ઇંચ અને વલસાડ તાલુકામાં ૧.૦૬ ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ધરમપુરમાં ૦.૯૪ ઇંચ, વાપીમાં ૦.૮૭ ઇંચ, ખેરગામમાં ૦.૬૩ ઇંચ, ઉકાઈમાં ૦.૫૯ ઇંચ, વાંસદામાં ૦.૩૯ ઇંચ, સોનગઢમાં ૦.૩૫ ઇંચ, વઘઈમાં ૦.૨૮ ઇંચ, ચીખલી, ધી ડાંગ્સ અને અંબિકામાં ૦.૨૪-૦.૨૪ ઇંચ તથા સુબીરમાં ૦.૨૦ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉચ્છલ, નવસારી, વાલોડ, મોરબીમાં ૦.૧૨-૦.૧૨ ઇંચ અને વ્યારા, માંગરોળ, જસદણ, ઊના, બારડોલી, જલાલપોર, અરેઠ, નિઝર, નાંદોદ, તલાલા તથા માંડવી (કચ્છ)માં ૦.૦૪-૦.૦૪ ઇંચ વરસાદ પડ્યો હતો.
રાત્રે ૦૨:૦૦ થી ૦૪:૦૦ વાગ્યા દરમિયાન (૩૨ તાલુકા):
વલસાડ તાલુકામાં ૨.૪૮ ઇંચ, કપરાડામાં ૨.૩૨ ઇંચ, ખેરગામમાં ૨.૨૪ ઇંચ અને ચીખલીમાં ૨.૦૫ ઇંચ વરસાદ ઝીંકાયો હતો. જ્યારે નાનાપોંઢામાં ૧.૬૯ ઇંચ, ઉમરગામમાં ૧.૫૭ ઇંચ, વાંસદામાં ૧.૩૮ ઇંચ, પારડીમાં ૧.૨૬ ઇંચ, ધરમપુરમાં ૧.૨૨ ઇંચ, વઘઈમાં ૧.૧૮ ઇંચ અને વાપીમાં ૧.૦૨ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ધી ડાંગ્સ અને અંબિકામાં ૦.૪૩-૦.૪૩ ઇંચ, સુબીરમાં ૦.૩૯ ઇંચ, આણંદમાં ૦.૩૧ ઇંચ, જોડિયામાં ૦.૨૦ ઇંચ, સોનગઢ, જામકંડોરણા, જલાલપોર, વ્યારા, કોટડા સાંગાણી, તલાલા અને ગોંડલમાં ૦.૧૨-૦.૧૨ ઇંચ વરસાદ પડ્યો હતો. ડોલવણ, માંડવી (સુરત), જાફરાબાદ અને માંગરોળ (જૂનાગઢ)માં ૦.૦૮-૦.૦૮ ઇંચ તેમજ સુરત સીટી, ઉમરપાડા, કુતિયાણા, સુત્રાપાડા અને કોડીનારમાં ૦.૦૪-૦.૦૪ ઇંચ વરસાદ નોંધાયો હતો.
સવારે ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા દરમિયાન (૪૪ તાલુકા):
ચીખલીમાં ૨.૪૪ ઇંચ, વાંસદામાં ૧.૯૭ ઇંચ, વલસાડમાં ૧.૮૯ ઇંચ, પારડીમાં ૧.૬૫ ઇંચ, ખેરગામમાં ૧.૬૫ ઇંચ અને વઘઈમાં ૧.૬૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. ધરમપુરમાં ૧.૩૮ ઇંચ, બારડોલીમાં ૧.૧૮ ઇંચ, ગણદેવીમાં ૧.૧૦ ઇંચ, કપરાડામાં ૧.૦૨ ઇંચ અને પલસાણામાં ૧.૦૨ ઇંચ વરસાદ પડ્યો હતો. ધી ડાંગ્સ તથા ડોલવણમાં ૦.૯૧-૦.૯૧ ઇંચ, નાનાપોંઢામાં ૦.૭૧ ઇંચ, ઉમરગામમાં ૦.૬૩ ઇંચ, મહુવામાં ૦.૫૯ ઇંચ, અંબિકામાં ૦.૫૧ ઇંચ, વ્યારામાં ૦.૪૩ ઇંચ, વાપી તથા ઉકાઈમાં ૦.૩૫-૦.૩૫ ઇંચ, વાલોડમાં ૦.૩૧ ઇંચ અને ગોંડલમાં ૦.૨૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. સોનગઢ, કુંકાવાવ વડીયા અને ઊનામાં ૦.૨૪-૦.૨૪ ઇંચ, સુબીર, જલાલપોર, ડેડિયાપાડામાં ૦.૨૦-૦.૨૦ ઇંચ, માંડવી (સુરત), નેત્રંગ, સગબારા, રાણાવાવ, બાબરામાં ૦.૧૬-૦.૧૬ ઇંચ, સુરત સીટી, નવસારી, લોધિકા, માણાવદરમાં ૦.૧૨-૦.૧૨ ઇંચ, માંગરોળ, મોરબી, જેતપુર, ગઢડામાં ૦.૦૮-૦.૦૮ ઇંચ તથા ઉચ્છલ, ધોરાજી, કોડીનારમાં ૦.૦૪-૦.૦૪ ઇંચ વરસાદ પડ્યો હતો.
સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા દરમિયાન (૫૯ તાલુકા):
વલસાડ તાલુકામાં ૨.૦૫ ઇંચ, વ્યારામાં ૧.૯૩ ઇંચ, વાલોડમાં ૧.૭૭ ઇંચ, મહુવામાં ૧.૫૭ ઇંચ, ચીખલીમાં ૧.૫૭ ઇંચ, અંબિકામાં ૧.૫૪ ઇંચ, ગણદેવીમાં ૧.૪૬ ઇંચ, ખેરગામમાં ૧.૨૬ ઇંચ, મોરબીમાં ૧.૨૬ ઇંચ અને પારડીમાં ૧.૧૦ ઇંચ વરસાદ પડ્યો હતો. ઉમરગામમાં ૦.૯૮ ઇંચ, સોનગઢમાં ૦.૯૪ ઇંચ, ઉકાઈમાં ૦.૮૭ ઇંચ, કપરાડામાં ૦.૮૩ ઇંચ, પલસાણા, જલાલપોર અને ડોલવણમાં ૦.૬૭-૦.૬૭ ઇંચ, બારડોલી તથા નાનાપોંઢામાં ૦.૬૩-૦.૬૩ ઇંચ, ઉમરપાડામાં ૦.૫૯ ઇંચ, નિઝરમાં ૦.૫૫ ઇંચ, ચીકડા, નવસારી, ધરમપુર અને વાપીમાં ૦.૫૧-૦.૫૧ ઇંચ તથા વાંસદામાં ૦.૪૭ ઇંચ વરસાદ નોંધાયો હતો. મુંદરા તથા ભેસાણમાં ૦.૩૯-૦.૩૯ ઇંચ, જૂનાગઢ શહેર અને તાલુકામાં ૦.૩૧-૦.૩૧ ઇંચ, બગસરા, સુરત સીટી અને વઘઈમાં ૦.૨૮-૦.૨૮ ઇંચ, પોશીના, કામરેજ, સુબીર અને ઉચ્છલમાં ૦.૨૦-૦.૨૦ ઇંચ વરસાદ પડ્યો હતો. લિલિયા, ધી ડાંગ્સ અને કુકરમુંડામાં ૦.૧૬-૦.૧૬ ઇંચ, માંડવી (કચ્છ), મહેમદાવાદ અને સિનોરમાં ૦.૧૨-૦.૧૨ ઇંચ, વંથલી, માળિયા હાટીના, અમરેલી અને ખેડામાં ૦.૦૮-૦.૦૮ ઇંચ તેમજ હિંમતનગર, તલોદ, ગારિયાધાર, પાલિયાતણા, કપડવંજ, માતર, ડેડિયાપાડા, માંડવી (સુરત), કલ્યાણપુર, ભિલોડા, શામળાજી અને સંખેડામાં ૦.૦૪-૦.૦૪ ઇંચ હળવો વરસાદ નોંધાયો હતો.
(8:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
