<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

અમદાવાદમાં મેઘરાજાની બેટિંગ ચાલુ : વહેલી સવારે એક કલાકમાં

જ થલતેજ અને સાયન્‍સ સિટીમાં પોણા બે ઇંચ વરસાદ ખાબકયો અમદાવાદમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૯.૮૫ ઇંચ થયો

અમદાવાદ : શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ સતત યથાવત છે. મ્‍યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ, આજે વહેલી સવારે ૬ થી ૭ વાગ્‍યાના માત્ર એક જ કલાકમાં થલતેજમાં સૌથી વધુ ૧.૬૯ ઇંચ અને સાયન્‍સ સિટીમાં ૧.૬૭ ઇંચ વરસાદ ખાબકયો હતો.

જ્‍યારે છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો સાયન્‍સ સિટીમાં સવાર સુધીમાં ૦.૫૫ ઇંચ, કઠવાડામાં ૦.૪૭ ઇંચ અને સરખેજમાં ૦.૪૩ ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત શહેરના અન્‍ય વિસ્‍તારોમાં વહેલી સવારના સમયે ચાંદલોડિયામાં ૧.૦૮ ઇંચ, મેમનગરમાં ૧.૦૪ ઇંચ, બોડકદેવમાં ૧.૦૨ ઇંચ, રાણીપમાં ૦.૭૭ ઇંચ, બાકરોલમાં ૦.૭૧ ઇંચ અને ઉસ્‍માનપુરામાં ૦.૫૯ ઇંચ વરસાદ નોંધાયો હતો.

સતત વરસી રહેલા આ વરસાદને પગલે અમદાવાદમાં અત્‍યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૯.૮૫ ઇંચ નોંધાઈ ચૂકયો છે.

(11:15 AM IST)