News of Monday, 11th May 2026
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો
પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમે સઘન તપાસ કરીને આરોપીઓની અટકાયત કરી

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના મામલે પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમે સઘન તપાસ કરીને આરોપીઓની અટકાયત કરી છે.
છેલ્લા કેટલાક સમયમાં અમદાવાદ એરપોર્ટ અને અન્ય જાહેર સંસ્થાઓને ઈ-મેઈલ તેમજ પત્રો દ્વારા અનેકવાર બોમ્બની નકલી (Hoax) ધમકીઓ આપવામાં આવી હતી, જેને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી.
અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી અને ક્રાઈમ બ્રાન્ચને અલગ-અલગ સમયે અજાણ્યા ઈ-મેઈલ આઈડી પરથી એરપોર્ટના લગેજ સેક્શનમાં બોમ્બ છે તેવી ધમકીઓ મળી હતી.
ધમકી મળતાની સાથે જ 'બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી' સક્રિય કરવામાં આવી હતી. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા સમગ્ર એરપોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. એરપોર્ટ સિક્યુરિટી અને પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે આઈપીસી/બીએનએસ (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધી સાયબર સેલની મદદ લેવામાં આવી હતી
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
