<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

નર્મદાના સાગબારામાં પોલીસની મોટી કાર્યવાહી: સેલંબા ગામે ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો

આંબલીના ઝાડ નીચે જુગાર રમતા ૫ જુગારીઓ રંગેહાથ ઝડપાયા:પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧૧,૫૬૦નો મુદ્દામાલ કર્યો જપ્ત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારાના સેલંબા ગામે પોલીસે જુગારધામ પર દરોડો પાડી પાંચ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. ખેતરમાં ઝાડ નીચે જુગાર રમી રહેલા આ શખ્સો પાસેથી પોલીસે હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
  સાગબારા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સેલંબા ગામના કુઈદા ફળિયામાં આવેલી દાળ મીલની પાછળ એક ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં આંબલીના ઝાડ નીચે જાહેરમાં પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમી રહેલા પાંચ ઈસમોને પોલીસે કોર્ડન કરીને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં કરમસિંગ તડવી, હનીફ મકરાણી, રાકેશ તડવી, યોગેશ તડવી અને દિનેશ તડવીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રૂપિયા ૧૧,૪૬૦ રોકડા તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ રૂપિયા ૧૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાગબારા પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારાની કલમ નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(9:49 PM IST)