તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર: ગૃહ વિભાગ દ્વારા ૬ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને ‘In-situ’ ધોરણે એસપી તરીકે બઢતી અપાઈ : જુઓ સંપૂર્ણ યાદી
ગાંધીનગર સચિવાલય ખાતેથી અધિસૂચના જારી : હાલની ફરજના સ્થળને જ એક્સ કેડર પોસ્ટ તરીકે અપગ્રેડ કરી એડહૉક નિમણૂંક આપવામાં આવી

રાજકોટ:ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ બેડામાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં નાયબ પોલીસ અધિક્ષક (DySP), વર્ગ-૧ સંવર્ગમાં બજાવતા ૬ અધિકારીઓને 'In-situ' ધોરણે પોલીસ અધિક્ષક (SP), વર્ગ-૧ સંવર્ગ તરીકે એડહૉક બઢતી આપતી સત્તાવાર અધિસૂચના જારી કરવામાં આવી છે. સંયુક્ત સચિવ કે. કે. પટેલની સહીથી જારી કરાયેલા આ આદેશ મુજબ, આ તમામ અધિકારીઓને તેમની હાલની ફરજના સ્થળે જ નવી જગ્યા અપગ્રેડ કરીને એસપી તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો છે.
બઢતી મેળવનારા અધિકારીઓમાં વિરમગામ એસઆરપીએફ જૂથ-૨૦ના મદદનીશ સેનાપતિ બી. આર. ચૌબેને સેનાપતિ (મ.સે.) તરીકે, સુરત શહેરના ટ્રાફિક રીજીયન-૪ ના મદદનીશ પોલીસ કમિશ્નર એમ. એસ. શેખને નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફિક) તરીકે, તથા સુરત રીજીયન આઈ.બી.ના નાયબ પોલીસ અધિક્ષક બી. એસ. મોરીને પોલીસ અધિક્ષક (આઈ.બી.) તરીકે બઢતી આપવામાં આવી છે.
આ ઉપરાંત, વલસાડના વિભાગીય પોલીસ અધિકારી એ. કે. વર્માને વલસાડ વિભાગના પોલીસ અધિક્ષક તરીકે, ગાંધીનગર ડીજીપી કચેરીના એસ.સી./એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક ડી. પી. ચુડાસમાને એસ.સી./એસ.ટી. સેલના પોલીસ અધિક્ષક તરીકે તેમજ અમદાવાદ શહેરના મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) બી. એ. પટેલને નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) તરીકે બઢતી આપવામાં આવી છે.
આ તમામ અધિકારીઓને તેઓ જે જગ્યા પર હાલ ફરજ બજાવી રહ્યા છે તેને જ એક્સ કેડર પોસ્ટ તરીકે જાહેર કરીને એડહૉક બઢતી સોંપવામાં આવી છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
