<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

મનપામાં સૌથી ઓછું: તા.પંચાયતમાં સૌથી વધુ મતદાન

રાજ્‍યમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૧,૧૦,૩૦,૦૦૦ મતદારોમાંથી ૫૩,૯૩,૩૪૨ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

અમદાવાદ,તા.૨૭: રાજ્‍યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્‍લા પંચાયતો, ૨૬૦ તાલુકા પંચાયકોની સામાન્‍ય ચૂંટણીઓ તથા ૧૧ નગરપાલિકાઓની ખાલી પડેલી ૧૩ બેઠકો પર પેટા ચૂંટણી આજે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. સવારે ૭ વાગ્‍યાથી સાંજે ૬ વાગ્‍યા સુધી મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં આ વખતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું, જ્‍યારે મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.

રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા અખબારી યાદીમાં જણાવ્‍યા મુજબ, આ ઉપરાંત સુરેન્‍દ્રનગર જિલ્‍લાના ચૂડા તાલુકાના જેપર ગામના મતદાન મથક નંબર ૪/૫ પર ચ્‍સ્‍પ્‍માં ટેકનિકલ ખામીના કાલણે તાલુકા અને જિલ્‍લા પંચાયતની માટે આવતીકાલે ૨૭ એપ્રિલે ફરીથી મતદાન યોજાશે. સવારે ૭ વાગ્‍યાથી સાંજે ૬ વાગ્‍યા સુધી મતદારો પોતાનો મત આપી શકશે.

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાનું નામ    મતદાનની પ્રાથમિક અંદાજ મુજબ ટકાવારી

મહાનગરપાલિકાઓ (સામાન્‍ય)       ૪૯.૦૨%, નગરપાલિકાઓ (સામાન્‍ય) ૫૯.૫૦%, નગરપાલિકાઓ (પેટા) ૫૫.૩૮%, જિલ્‍લા પંચાયતો (સામાન્‍ય)     ૬૧.૬૯%, તાલુકા પંચાયતો (સામાન્‍ય)  ૬૨.૩૮%

રાજ્‍યમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૧,૧૦,૩૦,૦૦૦ મતદારોમાંથી ૫૩,૯૩,૩૪૨ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી ૨૯,૯૫,૭૨૫ પુરુષો અને ૨૩,૯૭,૬૧૭ મહિલા મતદારો હતા. કુલ ૫૨.૫૭ ટકા પુરુષ મતદારો અને ૪૫.૨ ટકા મહિલા મતદારોએ મત આપ્‍યો હતો. આવી જ રીત નગરપાલિકામાં કુલ નોંધાયેલા ૩૦,૭૬,૨૨૪ મતદારોમાંથી ૧૮,૩૦૪૫૧ મતદારોએ વોટિગ કર્યું હતું. જેમાં પુરુષ મતદારો ૯,૮૦,૪૨૮ (૬૧.૨૮%) અને ૮,૫૦,૦૨૩ મહિલા મતદારો (૫૬.૯૧) હતા. નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ૨૯,૭૩૯ કુલ મતદારોમાંથી ૧૬,૪૭૦એ મત આપ્‍યા. જેમાં પુરુષ મતદારો ૮૬૭૪ (૫૬.૫૨%) અને મહિલા મતદારો ૭૭૯૬ (૫૪.૧૭) હતા. જિલ્‍લા પંચાયતની ચૂંટણીમાં ૨,૬૧,૮૪,૫૪૦ કુલ નોંધાયેલા મતદારોમાંથી ૧,૬૧,૫૪,૪૧૪ મતદારોએ વોટ આપ્‍યો. જેમાં પુરુષ મતદારો ૮૬,૩૨,૯૬૪ (૬૩.૯૩%) અને મહિલા મતદારો ૧,૬૧,૫૪,૪૧૪ (૫૯.૩૨%) હતા. તાલુકા પંચાયતમાં કુલ ૨,૫૫,૯૨,૯૪૯ નોંધાયેલા મતદારોમાંથી ૧,૫૯,૬૫,૬૫૮ મતદારોએ વોટ આપ્‍યો. જેમાં પુરુષ મતદારો ૮૫,૧૯,૩૪૮ (૬૪.૫૪%) અને મહિલા મતદારો ૭૪,૪૬,૩૧૦ (૬૦.૦૮%) હતા

(10:32 AM IST)