તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 24th September 2026
લાંબા સમય સુધીના શારીરિક સંબંધ માત્ર લગ્નના કથિત વચનને કારણે જ બંધાયા હોય તેવું માની શકાય નહીં
લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યાની સેટેલાઈટ પોલીસમાં નોંધાયેલી FIR રદ કરતો હાઇકોર્ટનો ચુકાદો

અમદાવાદ તા.૨૪: લગ્ન કરવાનું વચન આપીને શારીરિક સંબંધ ભાંખા હોય એવા આક્ષેપ સાથે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી રેપની ફરિયાદ રદ કરતાં ચુકાદામાં હાઈકોર્ટે એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે, પુરુષ દ્વારા લગ્નનું વચન આપવામાં આવ્યું હોય તે સિવાયના કારણોસર પણ કોઈસ્ત્રી શારીરિક સંબંધ બાંધવાનું પસંદ કરી શકે છે. જોકે, એવી પરિસ્થિતિમાં જ્યાં ષીની જાણમાં લાંબા સમય સુધી શારીરિક સંબંધ ચાલુ રહ્યો હોય, ત્યાં ચોક્કસપણે એમ ન કહી શકાય કે તે સંબંધ માત્રને માત્ર અરજદાર દ્વારા લગ્ન કરવાના કવિત વચનને કારણે જ બંધાયો હતો. આ કેસમાં એવું સ્પષ્ટ થાય છે કે અરજદારે ફરિયાદીને માત્ર શારીરિક સુખ મેળવવાના ઈરાદે લલચાવી નહોતી અને તે પછી તે અચાનક ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ પણ નહોતી.
પ્રસ્તુત કેસમાં વર્ષ ૨૦૧૪માં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મહિલાએ પારા- ૩૭% મુજબની FIR નોંધાવી હતી, જેમાં એવા આક્ષેપ કર્યા હતા કે વર્ષ ૨૦૧૨માં તે આર્ચથી સાથે ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ તેઓ ફોન પર વાતચીત કરવા લાગ્યા હતા. એ પછી તે અમદાવાદ IIMમાં થોડા વખત સુધી આસિ.લેક્ચરર પણ હતી અને તેથી તે અમદાવાદ આવી ગઈ હતી. અમદાવાદ આવ્યા બાદ તેણે આરોપીને પણ PGમાં એક રૂમ લેવામાં મદદ કરી હતી. એ પછીથી તેમના સંબંધો વધુ ગાઢ બન્યા હતા અને આરોપીએ તેને લગ્ન કરવા માટે વાયદો કર્યો હતો અને આ વચના ઓલ નેઠળ તેણે અનેકવાર તેની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ IIM-અમદાવાદમાંથી ૧૯૨૧), પૂર્ણ કરીને આરોપી દિલી જોબ માટે જતો રહ્યો હતો. તેણે ફરિયાદીના શેન લેવાના બંધ કરી
દીપા હતા અને પાછી એકવાર ફોન આવ્યો હતો કે તે USA જઈ રહ્યો છે અને બે વર્ષનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તેની સાથે લગ્ન કરશે એમ જણાવ્યું ૧ હતું. ૨૦૧૨થી ૨૦૧૧ના સમયગાળા દરમિયાન આ બધું થયું હતું અને પછી આરોપીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાની જાણ ફરિયાદીને થઈ હતી. પરિણામે તેણે આરોપી વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ બદલાની ભાવનાથી નોંધાવવામાં આવી હોવાની દલીલ - આરોપી તરફથી થઈ હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે ફરિયાદીએ પોતાને બચાવવા માટે ખૂબ વિલંબ બાદ ફરિયાદ કરી હતી. કેમ કે, આરોપીની પત્નીએ હરિયાદી મહિલા વિરુદ્ધ પહેલા ફરિયાદ નોંધાવી હતી અને એનું વેર વાળવા તેણે FIR નોંધાવી હતી. . એટલું એટ જ નહીં, હરિયાદી એક તરફ કહે છે કે આરોપી સાથે પ્રેમ સંબંધ હતો અને ભીજી તરફ શારીરિક સંબંધ સંમતિના નહોતા એવો વિરોધાભાસી નિવેદન કરે છે.
બંને પક્ષોની રજૂઆત, ફરિયાદની હકીકતો અને તથ્યોને બાનમાં લેતાં હાઈકોર્ટ આદેશમાં નોંધ્યું હતું કે, એ દર્શાવતું કોઈ તથ્ય નથી કે શારીરિક સંબંધ માત્ર લગ્નના વચનને કારણે જ હતો. આ કેસમાં એવું પણ સામે આવ્યું છે કે ફરિયાદીએ આરોપીની મંગેતરને ફોનથી સંપર્ક કરીને આરોપી સાથેના સંબંધો તોડી નાખવા માટે કહ્યું હતું. હરિયાદી વિરુદ્ધ જે આક્ષેપ છે તેની કોઈ સ્પષ્ટતા પણ તેના તરફથી કરવામાં આવી નથી. એની સાથે જ જ્યાં ષીની જાણમાં લાંબા સમય સુધી શારીરિક સંબંધ ચાલુ રહ્યો હોય, ત્યાં ચોક્કસપણે એમ ન કહી શકાય કે તે સંબંધ માત્રને માત્ર અરજદાર દ્વારા લગ્ન કરવાના કથિત વચનને કારણે જ ભંદાયો હતો. પરિણામે, આ કેસમાં જ્ત્ય્ને જોતાં ધારા-૩૭૬ મુજબનો ગુનો બનતો જણાતો નથી અને તેથી જ્ત્ય્ અને એ અનુસંધાને હાથ ધરાયેલી હોજદારી કાર્યવાની રદ કરવાનો હુકમ કરવામાં આવે છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
